ધો.10નું 66.97% પરિણામ: અ-1 ગ્રેડમાં છાત્રો ઘટીને 4974

21 May 2019 01:31 PM
Rajkot Gujarat
  • ધો.10નું 66.97% પરિણામ: અ-1 ગ્રેડમાં છાત્રો ઘટીને 4974
  • ધો.10નું 66.97% પરિણામ: અ-1 ગ્રેડમાં છાત્રો ઘટીને 4974

સુરત જિલ્લો 79.63% સાથે રાજયમાં ટોપ પર: એ-1માં સૌથી વધુ 1009 વિદ્યાર્થી: છોટા ઉદેપુર તળીયે :રાજકોટ જિલ્લાનું 73.92 ટકા રિઝલ્ટ: 867 વિદ્યાર્થીઓ એ-1:વિદ્યાર્થીનીઓ અને અંગ્રેજી માધ્યમ ફરી આગળ: કુલ 119 કોપી કેસ :કેન્દ્રોમાં સૌથી ઉંચુ (સુપાસી) અને સૌથી નીચુ (તડ) પરિણામ ગીર-સોમનાથનું..:3824 છાત્રોના પરિણામ અનામત: 100% પરિણામવાળી શાળાઓ 366

Advertisement

રાજકોટ તા.21
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2019માં લેવાયેલી ધો.10 (એસએસસી)ની પરીક્ષાનું આજે 66.97 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષના 67.50 સામે 0.53% ઓછુ છે. ધો.10ના રાબેતા મુજબના આ પરિણામમાં એ-1 ગ્રેડના છાત્રોની સંખ્યા ગત વર્ષ (6378) કરતા 1404 ઘટીને 4974 થઈ છે. સુરત જિલ્લો પૂરા રાજયમાં 79.63 ટકા પરિણામ અને 1009 એ-1 ગ્રેડ છાત્રો સાથે રાજયમાં ટોચ પર રહ્યો છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ જિલ્લાનું 73.92 ટકા પરિણામ આવ્યું છે અને જિલ્લાના 867 છાત્ર એ-1 ગ્રેડમાં છે. જે અમદાવાદ શહેર અને ગ્રામ્યના કુલ એ-1 કરતા પણ વધુ છે. સૌથી ઓછા પરિણામવાળો જિલ્લો છોટા ઉદેપુર 46.38 ટકા છે. તો સૌથી વધુ પરિણામ ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રનું 95.56 ટકા અને સૌથી નીચુ પણ ગીર સોમનાથ જિલ્લાના તડ કેન્દ્રનું 17.63 ટકા રહ્યું છે.
રાજયમાં કુલ ઉતિર્ણ થયેલા 551023 પૈકીના 4974 છાત્રને એ-1 ગ્રેડ, 32375ને એ-2, 70677ને બી-1, 129629ને બી-2, 187607ને સી-1, 119452ને સી-2, 6288ને ડી અને 21ને ઈ-1 આવેલ છે. વિદ્યાર્થીનીઓ 72.64 ટકા પરિણામ સાથે ફરી આગળ રહી છે અને વિદ્યાર્થીઓનું પરિણામ 62.87 ટકા રહ્યું છે.
ધોરણ 10ની આ પરીક્ષામાં કુલ 828944 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 822823 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 551023 ઉમેદવારો પરીક્ષામાં ઉત્તીર્ણ થતા 66.97% પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ઉનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 17.23% તથા ખાનગી ઉમેદવારોનું 10.13% આવેલ છે. રાજયનો સુરત જિલ્લો 79.63% પરિણામ સાથે પ્રથમ ક્રમે આવેલ છે, જયારે છોટા ઉદેપુર જિલ્લો 46.38% સાથે છેલ્લા ક્રમે આવેલ છે. ગત વર્ષ માર્ચ 2018માં પણ સુરત જિલ્લો 80.06% સાથે પ્રથમ ક્રમે આવેલ હતો.
ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56% પરિણામ મેળવી પ્રથમ ક્રમે રહેલ છે, જયારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર પણ ગીર સોમનાથ જિલ્લાનું છે. આ જિલ્લાના તડ કેન્દ્રનું પરિણામ 17.63% આવેલ છે.
100% પરિણામ ધૂવતી શાળાઓની સંખ્યા 366, જયારે 0% ધરાવતી શાળાઓ 63 છે. 995 શાળાઓનું પરિણામ 30% કરતા ઓછું આવેલ છે. ગુજરાતી માધ્યમના ઉમેદવારોનું પરિણામ 64.58% અંગ્રેજી માધ્યમનું 88.11% અને હિન્દી માધ્યમનું
ગુજરાતી વિષયનું 88.81, અંગ્રેજીનું 92.95
ગણિતનું 69.65 વિજ્ઞાનનું 80.72% પરિણામ
રાજકોટ તા.21
ધો.10ના આજે જાહેર થયેલા પરિણામમાં ગુજરાતી કરતા અંગ્રેજી વિષયનું પરિણામ ઉંચુ આવ્યું છે...!
રાજયમાં 7,23,893 પૈકી 642860 છાત્રો ગુજરાતી વિષયમાં પાસ થતા 88.81 ટકા પરિણામ છે. જયારે અંગ્રેજી વિષયમાં 74921 પૈકી 69641 પાસ થતા 92.95 ટકા પરિણામ આવ્યું છે. હિન્દી વિષય 18604 પૈકી 17348 વિદ્યાર્થી પાસ થતા 93.25 ટકા છાત્ર ઉતિર્ણ થયા છે.
ગણિતનું પરિણામ 69.55 ટકા અને 821982 પૈકસ 572473 છાત્ર પાસ થયા છે. આ જ રીતે સામાજીક વિજ્ઞાનનું 80.72 ટકા, વિજ્ઞાન અને ટેકનોલોજીનું 68.22 ટકા, સંસ્કૃતનું 82.પ4 ટકા હિન્દીનું 85.99 ટકા પરિણામ છે.


Advertisement