અમરેલી-જૂનાગઢની બેઠકો ટફ: ઈન્ડીયા ટુડે- એકસીસનો એકઝીટ પોલ

21 May 2019 01:17 PM
Gujarat
  • અમરેલી-જૂનાગઢની બેઠકો ટફ: ઈન્ડીયા ટુડે- એકસીસનો એકઝીટ પોલ

દાદરાનગર હવેલી, દીવ-દમણ સહીત બાકીની બેઠકો ભાજપને

Advertisement

નવી દિલ્હી તા.21
ઈન્ડીયા ટુડે એકસીસ એકઝીટ પોલમાં એનડીએ લોકસભાની 339 થી 365 બેઠકો મેળવે તેવો અંદાજ રજુ કરાયો હતો. ઈન્ડીયા ટુડે ટીવીએ સર્વેક્ષણ માટે એકસીસ માય ઈન્ડીયા નામની એજન્સીને ટાંકી હતી, તેણે લોકસભાની દરેક સીટો માટે આગાહી કરી છે. અન્ય એક કેટેગરી હેઠળ તેણે જુદા જુદા રાજયોની ટફ સીટો બતાવી છે, જયાં બન્ને મુખ્ય હરીફ પક્ષો વચ્ચેનું અંતર ત્રણ ટકા અથવા એથી ઓછું છે.
એ મુજબ ગુજરાતમાં આ એજન્સીએ અમરેલી અને જુનાગઢની ટફ સીટો ગણાવી છે, જયાં પરિણામની આગાહી મુશ્કેલ છે.
ઉલ્લેખનીય છે કે આ એજન્સીએ કોંગ્રેસના વિજયની શકયતાવાળી બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, બારડોલી જેવી બેઠકો ભાજપને મળી રહ્યાનું અનુમાન જાહેર કર્યું છે.
જુદા જુદા એકઝીટ પોલમાં કોંગ્રેસને રાજયની 26માંથી 1થી4 બેઠકો મળવાનો અંદાજ રજુ કર્યો છે. એક પોલસ્ટરના દાવા પ્રમાણે કોંગ્રેસને એકપણ બેઠક નહીં મળે, અને 2014ની જેમ ભાજપ વતી 26 બેઠકો મેળવી ઈતિહાસ સર્જશે.
ઈન્ડીયા ટુડે- એકસીસએ કેન્દ્ર શાસીત પ્રદેશો દાદરાનગર હવેલી અને દીવ-દમણની બેઠકો પણ ભાજપ જીતી જાય તેવો વર્તારો આવ્યો છે.
જો કે એજન્સીએ જે તે બેઠકની આગાહી લોકપ્રિય પક્ષ અથવા જોડાણના આધારો કરતા કેટલાક તજજ્ઞોએ સર્વેક્ષણની આ પદ્ધતિ સામે સવાલ કર્યા છે.


Advertisement