એપ્સના માધ્યમથી ટીવી પ્રસારણ: લગામ મુકવા ટ્રાઈની તૈયારી

21 May 2019 01:06 PM
India Technology
  • એપ્સના માધ્યમથી ટીવી પ્રસારણ:
લગામ મુકવા ટ્રાઈની તૈયારી

બ્રોડકાસ્ટરોને કેબલ ટીવી (રેગ્યુલેશન) એકટના નિયમોનું પાલન કરવું પડે છે, પણ હોટસ્ટાર, એરટેલ અને સોની લિવ જેવી સ્ટ્રીમીંગ ટીવી એપ્સ પર કોઈ નિયંત્રણ નથી. કેટલાક બ્રોડકાસ્ટરો પણ પોતાની સ્ટ્રીમીંગ એપ ધરાવે છે તેથી તે પણ સૂચિત પગલાનો વિરોધ કરે છે. ડીટીએચ કંપનીઓ અને કેબલ ઓપરેટરોને લાગે છે કે એક જ સમયે એક જ શો વગર લાયસન્સે બતાવવાની તક સ્ટ્રીમીંગ એપને મળતી હોવાથી તેમને નુકશાન થાય છે.

Advertisement

નવી દિલ્હી: હોટસ્ટાર, એરટેલ ટીવી અને સોની લિવ જેવી ટીવી ચેનલો સ્ટ્રીમ કરતી ઓવર-ધ-ટોપ (ઓટીટી) એપને નિયંત્રણમાં લખી બ્રોડકાસ્ટરોની જેમ તેમને પણ લાયસન્સીંગ માળખામાં આવરી લેવા ટેલીકોમ વોચડોગ વિચાર કરી રહ્યું છે.
ટેલીવીઝન નિહાળવાનું વધુ સસ્તું બનાવવા ટ્રાઈએ તાજેતરમાં નવા ટેરીફ નિયમોનો અમલ કર્યો હતો. હવે તે એપના ઘોડે સવાર ટીવી ચેનલોના પ્રસારણ પર લગામ મુકવા માંગે છે. આમાંની ઘણી ટીવી ચેનલો અનિયંત્રીત અને કેટલીક મફત દેખાડવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ટીવી કાર્યક્રમોનું પ્રસારણ રજીસ્ટર્ડ બ્રોડકાસ્ટરોને આપવામાં આવ્યું છે. આ બ્રોડકાસ્ટરો ક્ધટેન્ટ કેબલ ઓપરેટરો અથવા સેટેલાઈટ કંપનીઓને લાયસન્સ પ્રથા હેઠળ આપી શકે છે. એપ જેવી થર્ડ પાર્ટી કેરેજ ચાર્જીસ અને લાયસન્સ ફી ચુકવ્યા વિના એ જ ચેનલ દેખાડતી હોય તો અસમાનતા ઉભી થાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કયાં તો બન્નેને લાયસન્સ ટીમ આવરી લેવા જોઈએ અથવા બન્નેને મુક્તિ આપવી જોઈએ. ટ્રાઈ આ બાબતે જુલાઈ-ઓગષ્ટમાં કનસસ્ટેશન પેપર બહાર પાડી શકે છે.
ભારતમાં બ્રોડકાસ્ટીંગ લાયસન્સ 10 વર્ષ માટે વેલીડ રહે છે. કેબલ ટીવી (રેગ્યુલેશન) એકટ હેઠળ લાયસન્સધારકે પ્રોગ્રામીંગ અને એડવર્ટાઈઝીંગ નિયમોનું પાલન કરવુ જરૂરી છે. ચેનલોએ પણ આઈ એન્ડ બી મંત્રાલયની ગાઈડલાઈન્સને અનુસરવું પડે છે.
ટીવી ચેનલ સ્ટ્રીમ કરતી એપના પ્રતિકારનો સામનો કરી ટ્રાઈની હિલચાલ સામે સ્ટાર ઈન્ડીયા, સોની, ઝી અને ટાઈમ્સ નેટવર્ક જેવી પોતાની સ્ટ્રીમીંગ એપ ધરાવતા બ્રોડકાસ્ટરો પણ વિરોધ કરે તેવી શકયતા છે.
વિડીયો સ્ટ્રેમીંગ સર્વિસ એમએકસ પ્લેયરના સીઈઓ કરન બેદી કહે છે. ઓટીટી પ્લેટમેર્ન્સ ટીવી ચેનલો જોવાનું વધારાનું માધ્યમ છે. ટીવી ચેનલોનું પુરતુ નિયંત્રણ થઈ રહ્યું છે. વધારાનું લાયસન્સીંગ ફ્રેમવર્ક બિલકુલ બિનજરૂરી છે.
ટાઈમ્સ ગ્રુપના યંગ ટાઈમ્સ ઈન્ટરનેટ એમએકસ પ્લેયરની માલિકી ધરાવે છે.
પોતાની સ્ટ્રીમીંગ એપ ધરાવતા બ્રોડકાસ્ટરોએ ટેલીકોમ સ્પેલમાં ઓટીટી કંપનીઓ પર નિયંત્રણના અલગ કનસપ્ટેન્શન પેપરના જવાબમાં ટ્રાઈને જણાવ્યું હતું કે એપનું નિયંત્રણ થવું ન જોઈએ.
સ્ટાર ઈન્ડીયાએ ઓટીટી પેપર બાબતે જણાવ્યું હતું કે ટ્રાઈને કાયદા હેઠળ ઓટીટી નિયંત્રીત કરવાની સતા નથી. ઓટીટી ઈન્ટરનેટ ઈકો સીસ્ટમનો ભાગ છે. અને ઈન્ટરનેટ ઈનફોર્મેશન ટેકનોલોજી એકટ, 2000 અને તેની નીચે બહાર પડાતા નિયમોને આધીન છે.
સ્ટાર ઈન્ડીયાએ જણાવ્યું હતું કે તમામ ઈન્ટરનેટ કંપનીઓ કમ્પિટીશન એકટ, ક્ધઝયુમર પ્રોટેકશન એકટ, ઈનટેલકેચ્યુલ પ્રોપર્ટી કાયદાઓ જેવા બાહરી કાયદાઓને આધીન છે. આવા વૈધાનિક ફ્રેમવર્ક અનુસાર કોમર્સીયલ અને ટેકનીકલ પેરામીટર્સ અને બજાર આધારીત વાતાવરણમાં બીઝનેસ કરવા ઓટીટી માટે કાનુની સીમાંકન થયું છે.
પરંતુ, ડીટીએચ કંપનીઓ અને કેબલ ઓપરેટરોના એસોસીએશનોએ સેટેલાઈટ ટીવી ચેનલોના સીનીયર ટ્રાન્સમીશન કરતી ઓટીટી એપના કારણે તેમને પડતી મુશ્કેલીઓ દૂર કરવા રેગ્યુલેટરને જણાવ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો ટીવી અને એપ પર એક જ સમયે એકસરખો શો બતાવાતો હોવાથી તે સ્પર્ધામાં પાછળ રહી જાય છે.
વોટસએપ, ફેસબુક અને સ્કાઈપ જેવી એપ પર લગામ મુકવા ટ્રાઈએ અલગ ક્ધસલ્ટેશન પ્રક્રિયા શરૂ કરી છે. આવી એપ વોઈસ કોલ અને મેસેજીસ સેવા આપે છે. મોબાઈલ કંપનીઓ જેવી તેવા હોવા છતાં તેના પર કોઈ નિયંત્રણ નથી.
ભારતના મોબાઈલ ઓપરેટરો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે કોમ્યુનીકેશન ઓટીટી કંપનીઓને પણ સરખી સેવા, સરખા નિયમોના સિદ્ધાંત હેઠળ નિયંત્રીત કરવી જોઈએ.


Advertisement