સ્થાનિક હિન્દ મહાસાગરની ઘટનાના કારણે અલ નીનો છતાં સારા વરસાદની આગાહી

21 May 2019 11:07 AM
Gujarat
  • સ્થાનિક હિન્દ મહાસાગરની ઘટનાના કારણે અલ નીનો છતાં સારા વરસાદની આગાહી

ભારતીય મહાસાગરના પશ્ર્ચિમ છેડે આગામી મહિનાઓમાં પોઝીટીવ આઈઓડી તરીકે ઓળખાતી ઘટનામાં સપાટી પરનું પાણી ગરમ બનશે, અને એ કારણે અલ નીનોની અસરનો છેદ ઉડી જશે

Advertisement

નવી દિલ્હી: ચોમાસા સહીત વૈશ્ર્વિક વેધર પેટર્નમાં વિક્ષેપ ઉભા કરતી અલ નીનો સીસ્ટમનો ભારતીય સમુદ્રમાં સ્થાનિક ઘટનાના કારણે છેદ ઉડી જશે. હવામાનશાસ્ત્રીઓ માને છે કે આ કારણે જૂન-સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડી શકે છે.
ઈન્ડીયન ઓસન ડાઈપોલ (આઈઓડી) તરીકે ઓળખાતી આ ઘટના સમુદ્રના પુર્વ અને પશ્ર્ચિમ છેડા વચ્ચેની સપાટીના તાપમાનમાં તફાવતના સંદર્ભમાં મહત્વની છે. આગળના મહિનાઓમાં પશ્ર્ચિમી ભારતીય સમુદ્ર (ઈન્ડીયન ઓસન) સામાન્ય કરતા વધુ ગરમ રહેશે. આ સ્થિતિને પોઝીટીવ આઈઓડી ગણવામાં આવે છે.
ઈન્ડીયન મીટીઓરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના લોંગ રેન્જ ફોરકાસ્ટ ખાતેના વડા ડીએસ પાઈના જણાવ્યા મુજબ, ભારતીય મહાસાગરમાં પોઝીટીવ ડાઈપોલના કારણે નબળા અલ નીનોની અસર ધોવાઈ જશે, અને આઈઓડી ન્યુટ્રલની પોઝીટીવ થઈ રહ્યું છે. આ કારણે દેશમાં ચોમાસાને મદદ મળશે. ચોમાસુ લગભગ સામાન્ય હશે. અમે ટુંકમાં ચોમાસા પર અપડેટ ભરી કરીશું.
આઈએમડીએ અગાઉ ઓણ સાલ ચોમાસુ સામાન્ય નજીક રહેવા આગાહી કરી છે. મતલબ કે જુન-સપ્ટેમ્બર સીઝનમાં ચોમાસુ 50 વર્ષની સરેરાશના 96% જેટલું હશે. અલબત, ખાનગી સંસ્થા સ્કાયમેટએ ચોમાસુ સામાન્ય કરતાં નબળું રહેવાની આગાહી પુનરોધાર કર્યો છે.
ઓસ્ટ્રેલિયન વેધર ઓફીસે પણ ચાલુ ઉનાળામાં પોઝીટીવ આઈઓડીની આગાહી કરી છે. ઈન્ડીયન ઓસન ડાઈપોલ (આઈઓડી) હાલમાં ન્યુટ્રલ છે પણ મોડેલ પોઝીટીવ આઈઓડી વેલ્યુની દીશા બતાવે છે. છ માંથી પાંચ માડેલ પોઝીટીવ આઈઓડી ઈવેન્ટ બતાવે છે.
ચાલુ ઉનાળામાં અલનીનો વતી હવાની શકયતા પણ 70%થી ઘટી 50% થઈ છે. આ ઘટનાને પણ શુભસંકેત માનવામાં આવે છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે પોઝીટીવ આઈઓડીના વર્ષોમાં સ્ટ્રોંગ અલ નીનો સ્થિતિ હોવા છતાં ચોમાસુ સામાન્ય તરફ આગળ વધ્યું હતું.
ઈકવેટોરિયલ પેસીફીક ગરમ અને એ ઘટનાનને અલ નીનો કહેવામાં આવે છે. એ કારણે પવનની ગતિ નબળી પડે છે, અને પરિણામે મોનસુન સિસ્ટમને અસર થાય છે. વિશ્ર્વના અન્ય કેટલાક ભાગમાં આ કારણે ભારે વરસાદ થાય છે, પણ ભારતમાં ચોમાસુ નબળું પડે છે.


Advertisement