ગુજરાતમાં વેચાતી દવાઓમાં 30% કાર્ડિયાક બિમારીઓની

21 May 2019 11:05 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં વેચાતી દવાઓમાં 30% કાર્ડિયાક બિમારીઓની

ઝડપી શહેરીકરણ અને બદલાતી લાઈફ સ્ટાઈલના કારણે કાર્ડિયોવાસ્કયુલર બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. એ કારણે આ માટેની દવાઓનું વેચાણ પણ બે આંકડાના દરે વધી રહ્યું છે

Advertisement

અમદાવાદ: કાર્ડિયોવાસ્કયુલર બીમારીઓના વધુ કેસોના કારણે ભારતમાં કાર્ડિયાક દવાઓનું વેચાણ વધ્યું છે. કાર્ડિયોવાસ્કયુલર દવાઓનું વેચાણ 2018-19માં જાન્યુઆરી માર્ચના ગાળામાં 14.8% વધતા દરેક કવાર્ટરમાં બે આંકડે વધી રહ્યું છે. 2019-20માં પણ બે આંકડે વેચાણ વધારો ચાલુ રહ્યો છે. એપ્રિલમાં કાર્ડિયોવાસ્કયુલર દવાઓનું વેચાણ 13.2% વધી રૂા.1492 કરોડ થયું છે. 2018-19માં કુલ વેચાણ રૂા.16,523 કરોડનું હતું.
ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસના ડાયરેકટર અમીશ માલુરેકટના જણાવ્યા મુજબ ઝડપી શહેરીકરણના કારણે બિનતંદુરસ્ત જીવનશૈલી વિકસી છે. લોકો કસરત કરતા નથી અને જંકફુડ પેટમાં પધરાવ્યા રાખે છે. આ કારણે કાર્ડિયોવાસ્કયુલર બીમારીઓનું પ્રમાણ વધ્યું છે.
વળી, સારુ, સમયસર નિદાન અને કાર્ડિયોવાસ્કયુલર બીમારીઓની પહેચાન પણ એમાં પ્રતિબંધીત થાય છે.
લાઈફસ્ટાઈલ સંબંધીત સમસ્યાઓના કારણે ક્રોનિક સેગમેન્ટમાં વધુમાં વધુ માંદગી શોધવામાં આપી છે. કેન્સર, ડાયાબીટીસ અને કાર્ડિયોવાસ્કયુલર જેવી ક્રોનિક બીમારીઓ માટેની દવાઓની માંગ ભારતમાં જ નહીં, વિશ્ર્વમાં પણ વધી છે. ગુજરાતમાં વેચાતી કુલ દવાઓમાં 30% કાર્ડિયાક મેડીસીન છે. બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ, બજારમાં કાર્ડિયાક દવાઓ માટે પ્રાપ્ય મોલેકયુલ્સની સંખ્યા પણ વધી રહી છે.
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશનના પ્રમુખ અલ્પેશ પટેલના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર જનરિક દવાઓને પ્રોત્સાહન આપી રહી હોવાથી કાર્ડિયાક દવાઓ વધુ સસ્તી બની છે.


Advertisement