એક બાજુ ક્રિકેટ વિશ્વકપ અને બીજી બાજુ બીગ બજેટ બોલીવુડ ફિલ્મો : રસપ્રદ મુકાબલો

21 May 2019 11:02 AM
Sports
  • એક બાજુ ક્રિકેટ વિશ્વકપ અને બીજી બાજુ બીગ બજેટ બોલીવુડ ફિલ્મો : રસપ્રદ મુકાબલો
  • એક બાજુ ક્રિકેટ વિશ્વકપ અને બીજી બાજુ બીગ બજેટ બોલીવુડ ફિલ્મો : રસપ્રદ મુકાબલો
  • એક બાજુ ક્રિકેટ વિશ્વકપ અને બીજી બાજુ બીગ બજેટ બોલીવુડ ફિલ્મો : રસપ્રદ મુકાબલો
  • એક બાજુ ક્રિકેટ વિશ્વકપ અને બીજી બાજુ બીગ બજેટ બોલીવુડ ફિલ્મો : રસપ્રદ મુકાબલો

Advertisement

ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપના દિવસોમાં મોટા બજેટની કેટલીક ફીલ્મો રીલીઝ થઈ રહી છે. બન્નેનો ચાહકવર્ગ મોટો છે. બેમાંથી એકની પસંદગી કરવી લોકો માટે કપરી બનશે. એ સંજોગોમાં નિષ્ણાંતો પણ ભિન્ન મત ધરાવે છે, છતાં સારી ફીલ્મોને અવરોધ નહીં નડે એમ નિર્માતાઓ અને ડિરેકટરો માની રહ્યા છે.
નવી દિલ્હી: મોટાભાગના ભારતીયો ક્રિકેટ અને બોલીવુડમાંથી એકની પસંદગી કરવાનું કહેવામાં આવે તો અવશ્ય ગોટે ચડી જાય. બન્નેનો ચાહકવર્ગ ઘણો મોટો છે. 30 મે થી આઈસીસી વર્લ્ડકપનો ફીચર છવાઈ જશે ત્યારે ફીલ્મ નિર્માતાઓ મુંઝવણમાં મુકાઈ જશે કે ફીલ્મ રિલીઝ કરવાનો આ સમય યોગ્ય છે કે નહીં. અગાઉથી નિશ્ર્ચિત થયેલા સમયપત્રક મુજબ કેટલીક મોટા બજેટની ફીલ્મો 15 જુલાઈ સુધી ચાલનારા વર્લ્ડકપ દરમિયાન રજુ થશે.
સલમાનખાન અને કેટરીના કૈફની ભારત, શાહીદ કપુરની કબીરસિંહ, આયુષ્યમાન ખુરાનાની આર્ટીકલ 15, સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરણીતી ચોપરાની જબરીયા જોડી અને સુશાંતસિંહ રાજપૂત અને જેકલીન ફર્નાન્ડીઝની ડ્રાઈવરનો સમાવેશ થાય છે. પરંતુ જૂનમાં રજુ થનાર મોટા ફેકટરની રિલઝ સપ્ટેમ્બર સુધી પાછી ઠેલવામાં આવી છે. સો મણનો સવાલ એ છે કે આ ફીલ્મોના બિઝનેસને ક્રિકેટ ફીવરની અસર થશે કે નહીં.
ટ્રેડ એનાલીસ્ટ જોગીન્દર તુતેજા કહે છે કે ભારત જયારે મેચ રમતું હોય એ દિવસે બિઝનેસને 10-20% અસર થશે. ઈંગ્લેન્ડમાં ભારતીય સમય પ્રમાણે 3 અથવા 6 વાગ્યે રમાનાર હોઈ શકે. થિએટરમાં પ્રાઈમ ટાઈમ શોને અસર થશે.
અન્ય એક ટ્રેડ એકસપર્ટ લારન આદર્શના જણાવ્યા પ્રમાણે મોટાભાગના દિવસોમાં બીઝનેસને અસર થશે. તેથી 31 મે એ રિલીઝ થનારી ખામોશી, 21 જૂને રિલીઝ થનારી કબીરસિંહ, 99 સોંગ્સને ઝાઝી અસર થશે નહીં. પરંતુ ભારત સેમીફાઈનલમાં અને ફાઈનલમાં (9 જુલાઈ અને 24 જુલાઈ) પહોંચશે તો 12 જુલાઈએ આવનારી જબરીયા જોડીને અસર થશે..
આર્ટિકલ 15ના ડીરેકટર અનુભવસિંહા વર્લ્ડકપ દરમિયાન રિલીઝ થનારી ફીલ્મો માટે ‘કલેશ’ શબ્દનો ઉપયોગ કરવાનું ટાળે છે. તે કહે છે કે આ મુવી છે અને તે મેચ છે. હું ફીલ્મ અને ઓડીયન્સમાં માનું છું. બન્ને માટે પુરતું બેન્ડવિથ છે. દર સપ્તાહે ધ્યાન હટાવનારી કોઈ બાબત હોય છે, પણ સારી ફીલ્મો તરી જાય છે.
જબરીયા જોડીના ડીરેકટર પ્રશાંતસિંહ આ મંતવ્ય સાથે સંમત થતા કહે છે કે લોકો માટે આ બેવડો આનંદ છે. આમ છતાં થિયેટરમાં દર્શકોને ખેંચી લાવવા અને અનોખી પ્રમોશ્નલ કેમ્પેઈન ચલાવીશું. લોકો તાજા અને મનોરંજક ક્ધટેન્ટના પ્યાસા હોય છે અને અમને આશા છે જબરીયા જોડી લોકોને સ્પર્શી જશે.
અગાઉના વર્ષોમાં પણ આપણે જોયું છે કે ક્ધટેન્ટવાળી ફિલ્મો વિશ્ર્વકપ અને આઈપીએલનો મુકાબલો કરી શકી છે.
આ બધી ફીલ્મોમાં પાંચ જુને રિલીઝ થનારી ભારતને વધુમાં વધુ અસર થશે. એ દિવસે ભારત તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે.
ભારતના પ્રોડયુસર ભૂષણકુમાર સ્વીકારે છે કે મોટી સંખ્યામાં દર્શકો ફીલ્મ અને ક્રિકેટ વચ્ચે વહેંચાઈ જશે. એની અસર પડશે. ક્રિકેટ ફીલ્મ બીઝનેસને વર્લ્ડકપ જેવા મોટા પ્રસંગમાં અસર થતી નથી. રવિવારે આઈપીએલની ફાઈનલથી એ વીકેન્ડમાં ચાલતી ફિલ્મોને અસર થઈ હતી. પરંતુ ભારતને લાગેવળગે છે ત્યાં સુધી સલમાનખાનની ફીલ્મ ઈદના દિવસે રિલીઝ થતી હોવાથી તેનો લાભ મળશે.
ભારતના ડીરેકટર અલી અબ્બાસ ઝાફરને લાગે છે કે ઉનાળાની રજાઓ અને દિવસો લાંબા હોવાથી વર્લ્ડકપની ઝાઝી અસર નહીં થાય. દર્શકો પ્રથમ દિવસે ફીલ્મ નહીં જોઈ શકે તો બીજા અથવા ત્રીજા દિવસે જોશે.


Advertisement