અમુલે દૂધમાં લીટર દીઠ કર્યો ભાવવધારો : આટલા રાજ્યોમાં આજથી લાગુ

21 May 2019 02:27 AM
Gujarat India
  • અમુલે દૂધમાં લીટર દીઠ કર્યો ભાવવધારો : આટલા રાજ્યોમાં આજથી લાગુ

આજથી લીટર દીઠ રૂ.2નો ભાવવધારો કરાયો : ગુજરાતના અમદાવાદ, ખેડા-આણંદ જિલ્લો અને સૌરાષ્ટ્ર ઉપરાંત દિલ્હી, NCR, કોલકત્તા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ભાવવધારો લાગુ પડશે

Advertisement

આણંદ તા.21 : અમૂલ દૂધના ભાવમાં આજથી લિટરે રૂ. 2નો ભાવવધારો ઝીંકાયો છે. આ ભાવવધારો રાજ્યમાં અમદાવાદ શહેર, ખેડા-આણંદ જિલ્લો અને સૌરાષ્ટ્રમાં લાગુ પડશે જ્યારે વડોદરા, સુરત અને ઉત્તર ગુજરાતમાં હાલ ભાવવધારો લાગુ નહીં પડે. ગુજરાત ઉપરાંત દિલ્હી, એનસીઆર, કોલકતા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત તમામ રાજ્યોમાં લાગુ પડશે. જોકે ગાયના દૂધના ભાવમાં કોઈ પણ જાતનો ભાવધારો કરવામાં આવ્યો નથી.
રાજ્યના અન્ય ડેરી સંઘો દ્વારા તેમની રીતે નિર્ણય લેવાનો રહેશે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરાય છે. તે અમૂલ દૂધના પાઉચમાં પ્રતિ િલટરે 2 રૂપિયાનો ભાવવધારો જાહેર કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગત 2 વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડેરી ઉદ્યોગ માટે પ્રતિકૂળ પરિસ્થિતિ હતી, જેના કારણે સ્કીમ્ડ મિલ્ક પાઉડર (એસએમપી), હોલમિલ્ક પાઉડર (ડબલ્યુએમપી) અને બટર ઑઇલના ભાવમાં ખૂબ જ તીવ્ર ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિને કારણે દેશમાં દૂધ ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન કરાતા દૂધના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મતલબ કે તેમને પણ દૂધના ભાવ ઓછા મળી રહ્યા છે. આ ભાવવધારા થી દૂધ ઉત્પાદન વધારવા માટે દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહન મળતું રહેશે.

અમૂલ દૂધ, દહીં, છાશ મળીને દૈનિક 150 લાખ લીટરનું વેચાણ થાય છે

ભાવ વધારાનું લિસ્ટ
ક્રમ દુધનો પ્રકાર      પેકીંગની વિગત       જુના ભાવ (રૂ.)       નવો ભાવ (રૂ.)
1 અમુલ તાજા         500ML              20                   21
2 અમુુલ ચાય મજા     500ML              20                   21
3 અમુુલ ચાય મજા     1 લિટર               39                    41
4 અમુલ શક્તિ        500ML              24                    25
5 અમુલ ચાય સ્પેશિયલ 1 લિટર              48                     50
6 અમુલ ગોલ્ડ         500ML            26                     27
7 અમુલ ગોલ્ડ         5 લિટર             235                  235 (યથાવત)
8 અમુલ તાજા હોમાજીનાઈઝડ 200 ML    8.5                      9
9 ગોપાલ અમૃત છાશ  450 ML           10                     10 (યથાવત)
10 ડાયમંડ           500ML            27                     28
11 ડાયમંડ           1 લિટર              54                     56

અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદભાવમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો
અમૂલ ડેરી દ્વારા ગ્રાહકો પર 2 રૂપિયાનો લીટરે ભાવધારો કર્યો છે. બીજી બાજુ ભેંસના દૂધની ખરીદીમાં કિલોફેટે 10 રૂપિયાનો ભાવધારો જાહેર કર્યો છે. ગાયના દૂધની ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે રૂ. 4.60 પૈસાનો વધારો કરાયો છે. આથી પશુપાલકોને ફાયદો થશે.


Advertisement