લોકસભા ચૂંટણી । વાંચો હાર્દિક પટેલનો એક્ઝીટ પોલ : કહ્યું ગુજરાતમાં કોંગ્રેસને આટલી બેઠકો મળશે

21 May 2019 02:10 AM
Gujarat Politics
  • લોકસભા ચૂંટણી । વાંચો હાર્દિક પટેલનો એક્ઝીટ પોલ : કહ્યું ગુજરાતમાં કોંગ્રેસને આટલી બેઠકો મળશે

કોંગ્રેસને ગુજરાતમાં 8-10 બેઠકો મળી શકે

Advertisement

રાજકોટ તા. 21, ગઈ કાલે બપોરે હાર્દિક પટેલ રાજકોટ આવી પહોંચ્યો હતો. પડધરી ટંકારા કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલિતભાઈ કગથરાના નિવાસ્થાને તેમને સાંત્વના પાઠવા પહોંચ્યો હતો. તે સમયે મીડિયાએ હાર્દિકને હાલ ચર્ચાય રહેલા એક્ઝીટ પોલ વિષે પૂછ્યું, ત્યારે હાર્દિકએ કહ્યું દેશમાં NDAની સરકાર નહીં બને. હાર્દિકે કહ્યું છેલ્લા 30 વર્ષના એક્ઝીટ પોલમાં ફક્ત 2014નો જ થોડા અંશે સ્વીકારવામાં આવ્યો અને સાચો પણ પડ્યો. પણ 2019માં ભાજપ 160-170 બેઠકો સાથે અટકી જશે અને કોંગ્રેસને 140-145 બેઠકો મળશે।
એક્ઝીટ પોલ વિષે હાર્દિકએ કહ્યું કે 125 કરોડના દેશમાં જયારે 50 કરોડથી પણ વધુ લોકો મતદાન કરે ત્યારે 5 લાખના સેમ્પલ સાઈઝમાં તારણ કેવી રીતે નીકડે.
ગુજરાતમાં કેટલી બેઠકો મળશે : તેના પર હાર્દિકે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસને લગભગ 8-10 બેઠકો મળશે અને ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાત - દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને બેઠકો મળશે તેમ જણાવ્યું, અને વધુ એમ પણ કહ્યું કે એવું પણ બની શકે છે કે કોંગ્રેસને 12-13 બેઠકો પણ મળી શકે છે.
કોંગ્રેસનું સંગઠન ગામડે ગામડે સુધી પહોંચ્યું છે અને ખેડૂતોના પ્રશ્ન, બેરોજગારીના પ્રશ્ન, ભ્રસ્ટાચાર સહીતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ ગુજરાત ભરમાં ફરી વળ્યું હતું।
હાર્દિકનું માનવું છે કે એક્ઝીટ પોલ આવ્યા બાદ પણ અમિત શાહ અથવા નરેન્દ્ર મોદીએ એક પણ ટ્વીટ નથી કર્યું, તેથી તે માને છે કે પરિણામમાં હજુ આનિશ્ચિતતા જોવાય રહી છે.


Advertisement