SPL| સોરઠ લાયન્સ ફાઇનલમાં : આજે ઝાલાવાડ અને કચ્છ વચ્ચે સેમી ફાઇનલ જંગ

21 May 2019 01:34 AM
Saurashtra Sports
  • SPL| સોરઠ લાયન્સ ફાઇનલમાં : આજે ઝાલાવાડ અને કચ્છ વચ્ચે સેમી ફાઇનલ જંગ

હાલાર હીરોઝ 4 પોઇન્ટ પર અટકી ગયું, ટુર્નામેન્ટની બહાર

Advertisement

રાજકોટ તા. 21, ગઈકાલે ગોહિલવાડ ગ્લેડિયટર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે ના મેચમાં સોરઠ છ વિકેટે જીતી ફાઇનલ માં સ્થાન લાઇ લીધું છે. ચિરાગ જાનીના ઓલ રાઉન્ડ પર્ફોર્મન્સ માટે મેન ઓફ ધી મેચ જાહેર કરાયો.
સતત ત્રણ મેચ હારી ટુર્નામેન્ટની બહાર ગોહિલવાડ ગ્લેડિયટર્સ સોરઠ સામેનો છેલ્લા મેચમાં પણ હારી. ટુર્નામેન્ટમાં ખૂબ જ નબળું પ્રદર્શન સાથે બહાર ફેંકાઈ ગોહિલવાડ ગ્લેડિયટર્સ.
ગોહિલવાડે પહેલા બેટિંગ કરી જેમાં 120 રન બનાવ્યા, 121 રનના ટાર્ગેટ સામે 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી સોરઠ જીતી ગયું.
સોરઠ ના જીતવા થી હાલાર ચાર પોઇન્ટ પર અટકી જતા ટુર્નામેન્ટની બહાર થઈ ગયું. જ્યારે આજે સેમી ફાઇનલ જંગમાં કચ્છ અને ઝાલાવાડમાંથી જે જીતશે તે ફાઇનલમાં સોરઠ સામે ટકરાશે.


Advertisement