વિવાદ : વિવેક ઓબેરોયએ ટ્વીટર પર ઐશ્વર્યાની મજાક કરી, રાષ્ટ્રીય મહિલા આયોગની મળી નોટિસ

21 May 2019 01:09 AM
Entertainment India
  • વિવાદ : વિવેક ઓબેરોયએ ટ્વીટર પર ઐશ્વર્યાની મજાક કરી, રાષ્ટ્રીય મહિલા આયોગની મળી નોટિસ
  • વિવાદ : વિવેક ઓબેરોયએ ટ્વીટર પર ઐશ્વર્યાની મજાક કરી, રાષ્ટ્રીય મહિલા આયોગની મળી નોટિસ

એક્ઝીટ પોલને લઈને એક મીમ શેર કર્યું, સોશ્યલ મીડિયા પર થયો ટ્રોલ

Advertisement

મુંબઇ તા.21, લોકસભા ચૂંટણીની હાલ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વિવેક ઓબેરોય ટ્વીટર પર એક ફોટો શેર કરીને વિવાદ સર્જી દીધો છે. અભિનેતા વિવેકટ ઓબેરોયએ ઐશ્વર્યા રાય બચ્ચન પર નિશાનો સાધી પર્સનલ અટેક કર્યો છે.
તેમને એક ફોટો શેર કર્યો છે જેમાં ત્રણ અલગ ફોટો હોય, સૌથી ઉપરમાં લખ્યું હોય ઓપિનિયન પોલ જેમાં ઐશ્વર્યા નો ફોટો હોય સલમાન ખાન સાથે. પછી વચ્ચેના ફોટોમાં છે વિવેક ઓબેરોય અને ઐશ્વર્ય જેમાં લખ્યું છે એક્ઝીટ પોલ. અને સૌથી નીચેના ફોટોમાં ઐશ્વર્યા, અભિષેક અને તેમની પુત્રીનો છે જેમાં લખ્યું છે 'પરિણામ'. આ પોસ્ટ માટે વિવેક ખૂબ જ ટ્રોલ થયો છે. સોનમ કપૂરે આ પોસ્ટને ખૂબ જ હલકી કક્ષાની ગણાવી. ત્યારે પત્રકાર નિધિ રાઝદાન, રાણા આયુબ, બેડમિંટન પ્લેયર જ્વાલા ગુત્તા, સહિત અનેક લોકોએ આ પોસ્ટની નિંદા કરી છે. વિવેકે વળતા પ્રહારો કરતા કહ્યું કે તેને કઈ જ ખોટું નથી કહ્યું. અને સોનમને જવાબ આપ્યો કે તે ફિલ્મોમાં ઓવર એક્ટિંગ અને સોશ્યલ મીડિયમાં ઓવર રીએક્ટિંગ કરવાનું બંધ કરે.
વિવેકે ગણાવ્યું કે તેઓ 10 વર્ષથી મહિલા સશક્તિકરણ નું કામ કરે છે જ્યારે સોનમ હજુ પોતાનું મેકઓવર કરતી હતી.
જેને આ પોસ્ટથી પ્રોબ્લેમ હશે તેઓ કઈક કહેશે અથવા લખશે.
આ પોસ્ટના કારણે રાષ્ટ્રીય મહિલા આયોગે વિવેકને નોટિસ ફટકારી છે. મહિલા આયોગે નોટિસ મોકલીને વિવેક પાસેથી ઍક્ઝિટ પોલ પરના તેમના ટ્વીટ પર સ્પષ્ટીકરણ અને માફીની માગ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર લોકો વિવેકને અન્ય લોકોની વ્યક્તિગત જિંદગીની જાહેરમાં મજાક ઉડાવવા મામલે ટ્રૉલ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રની એનસીપી અને ઉર્મિલા મતોન્ડકરે પણ વિવેક ઓબેરૉયના આ ટ્વીટ મામલે આકરી ટિપ્પણી કરી છે.


Advertisement