નર્મદાનું 1500 કયુસેક પાણી છોડવાના કાનૂની જંગમાં સરકાર સુપ્રિમમાં રજુઆત કરશે : નિતિન પટેલ

20 May 2019 06:39 PM
Ahmedabad Gujarat
  • નર્મદાનું 1500 કયુસેક પાણી છોડવાના કાનૂની
જંગમાં સરકાર સુપ્રિમમાં રજુઆત કરશે : નિતિન પટેલ

નર્મદા નદી જીવતી રાખવા માટે પ્રયાસો પણ પુરતુ પાણી છોડી શકાય તેવી પરિસ્થિતિ નથી

Advertisement

ગાંધીનગર તા.20
નર્મદા નું પાણી લોકો સુધી આપવામાં આવી રહ્યું છે. નમર્દા ના પાણી ને પગલે ગુજરાત માં પાણી ની તંગી વધી નથિ એમ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું.
આ અંગે પ્રતિભાવો વ્યક્ત કરતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ લોકો ને ટેન્કર ના માધ્યમ થી પાણી આપવામાં આવી રહ્યું છે . જો કે અમે મોટી માત્ર માં ટેન્કર નથી ચલાવતા.
જે 40 વર્ષ પહેલાં ગુજરાત ની પરિસ્થિતિ હતી તેવી હાલ જોવા મળતી નથી. અમે કેંદ્ર સરકારને કહ્યું છે ફરી એ 1500 ક્યુસેક પાણી છોડવામાં આવે .પરંતુ કેટલાક રાજ્યોએ ના પાડી છે. એનજીઓ તરફથી પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે માંગણી કરી છે અને ગુજરાત વતી આપણે જરુરી એફિડેવિટ રજુ કરશુ અમારી માંગણી મુજબ જે પાણી છોડવામાં આવે એ તમામ રાજ્યોના ભાગમાંથી આપવામાં આવે છે. અને એટલે હુ આશા રાખું છું કે સુપ્રીમ કોર્ટ પણ જરુર પડે આ મામલે ઓર્ડર કરવો પડે તો એવો ઓર્ડર કરે અને નિયમિત 1500 ક્યુસેક પાણી છોડાય.
જ્યારે મધ્ય ગુજરાત ભરુચ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભરૂચ જીલ્લામા જે નર્મદાનુ પાણી વહે છે એ પટ હાલ ખાલી છે. નર્મદામાંથી ડેમમાંથી પાણી પુરતુ ન હોવાના કારણે નથી છોડાતુ પાવર હાઉસનો ઉપયોગ નથી થઈ શકતો એટલે હાઇડ્રો પાવર જનરેશન ચાલુ થઇ શકતો ન હોવાથી પાણી છોડી શકાતુ નથી. નર્મદા નદીને જીવંત રાખવા કાયમ પાણી 1200-1500 ક્યુસેક પાણી છોડતા હતા પરંતુ કમનસીબે માત્ર 600 ક્યુસેક પાણી વહાવવાનો નિર્ણય લેવાયો છે.અને એ પણ બધા રાજ્યો ના ભાગમાંથી છોડાય છે.
તાજેતરમાં સરકારે કેંદ્ર અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીને કહ્યુ છે. ભરુચ સુધીના નદીના વિસ્તારમાં ખારાશ વધતી જાય છે. દરીયા નુ પાણી ભરતીના કારણે ખારું પાણી નદીમાં આવે છે. જો નદી ભરેલી હોય તૌ એ પાણી આવી શકે નહી પરંતુ નદી ખાલી હોવાથી 40-50 કીમી સુધી એ પાણી અંદર આવે છે.તેવી સ્પષ્ટતા કરી હતી.


Advertisement