કમલનાથ સરકાર લઘુમતીમાં? ભાજપે વિશ્ર્વાસ મત લેવા માંગણી કરી

20 May 2019 05:59 PM
India
  • કમલનાથ સરકાર લઘુમતીમાં? ભાજપે વિશ્ર્વાસ મત લેવા માંગણી કરી

સપા-બસપા-અપક્ષોના ટેકાથી ચાલતી સરકાર પર ‘જોખમ’ હોવાનો દાવો

Advertisement

નવી દિલ્હી: ગઈકાલે જાહેર થયેલા એકઝીટ પોલમાં કેન્દ્રમાં ફરી મોદી સરકાર આવી રહી છે તેવા સંકેત મળતા જ હવે કોંગ્રેસની મધ્યપ્રદેશ તથા રાજસ્થાન સરકાર પરનું જોખમ વધી ગયું છે અને ભાજપે મધ્યપ્રદેશની કમલનાથ સરકાર લઘુમતીમાં હોવાનો દાવો કરી ભાજપે વિધાનસભાનું સત્ર બોલાવી કમલનાથ સરકાર બહુમતી સાબીત કરે તેવી માંગ કરી છે. રાજય વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના અગ્રણી ભોપાલ ભાર્ગવે રાજયમાં આનંદીબેન પટેલને એક પત્ર લખ્યો છે. તેઓએ જણાવ્યું કે રાજયની કમલનાથ સરકારના દિવસો ગણાઈ રહ્યા છે. હવે 22માં સરકાર 23 મે પછી 22 દિવસ સતામાં રહેશે નહી. મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં એકઝીટ પોલમાં ભાજપને 27-28 બેઠકોનો અંદાજ છે. રાજયમાં ગત વર્ષની ધારાસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે 114 બેઠકો સાથે સતા પર આવી છે પણ તેને બહુમતી માટે બે બેઠકોની કમી રહી ગઈ હતી. જયારે ભાજપે 109 બેઠકો મળી હતી જયારે અપક્ષ 4, બસપા 2 અને સપાને 1 બેઠક છે અને તેમાં અપક્ષો અને બસપાએ કોંગ્રેસની કમલનાથ સરકારને ટેકો આપ્યો છે.


Advertisement