સૌરાષ્ટ્ર સમાચાર

20 May 2019 09:21 AM
Saurashtra
Advertisement

વડીયામાં અનોખી રીતે ગાયમાતાની સ્મશાનયાત્રા કાઢવામાં આવી
વડીયાનાં કૃષ્ણપરા વિસ્તારમાં રહેતા ગૌ-પ્રેમી અને પોતાની જ માલીકીની ગાય છેલ્લા કેટલાંક સમયથી સાચવતા પરંતુ આજે ગાયમાતા દેવલોક પામેલ ત્યારે વાજતેગાજતે અબિલ ગુલાલ સાથે સ્મશાનયાત્રા કાઢવામાં આવીહતી. વડીયા કૃષ્ણપરા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ સોજીત્રાની ગાય ખૂબ જ વૃઘ્ધ અવસ્થામાં સાચવતા હતા અને તેમણે આખા પરિવારે એવું નકકી કરેલ હતું કે, જયારે આ ગાય દેવલોક પામે ત્યારે કોઈપણ કોન્ટ્રાકટને ના આપવી અને તેને કાયદેસર એક માણસની માફક તમામ વિધી કરી રીતસર સ્મશાનયાત્રા કાઢવી અને તેના જ ખેતરોમાં દફનવિધિ કરવામાં આવે. ત્યારે આજે ખૂબ જ મોટી ઉંમરની વૃઘ્ધ ગાયમાતાનું અવસાન થતાં તેમણે વડીયા શહેરમાં વાજતેગાજતે સ્મશાનયાત્રા કાઢી પોતાની વાડી ખેતર ખાતે દફનવિધિ કરવામાં આવી હતી.

અમરેલીનાં મહિલા સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્રમાં પાટોત્સવની ઉજવણી
અમરેલીના સ્વામીનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજના ર1માં પાટોત્સવ પ્રસંગે પરમ પૂજય સાંખ્યયોગી શ્રી લીલાબાનીપ્રેરણાથી અને સાંખ્યયોગી કાંતાબેનના માર્ગદર્શન હેઠળ તા.1પ/પથી તા.18/પ સુધી ત્રિદિનાત્મક પુરૂષોતમ પ્રકાશ કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં ઘનશ્યામ જન્મોત્સવ વગેરે ઉત્સવો ઉજવાય છે અને ઘણી સંખ્યામાં હરિભકત બહેનો કથા-વાર્તાનું શ્રવણ કરી રહયા છે.
ચકલીના માળાનું વિતરણ
લેઉવા પટેલ જીવન સાથી ગ્રુપ ગોંડલ દ્વારા પર્યાવરણ ની જાગૃતિ માટે નું જે અભિયાન ઉપાડવામા આવ્યું છે યુધ્ધ એ જ કલ્યાણ ગ્રુપ સાથે મળી અને ફ્રી ચકલી ના માળા વિતરણ કાર્યક્રમ કરી અને લુપ્ત થતી ચકલીઓ ને જીવંત બનાવવા નો પ્રયાસ અનુકરણીય છે.

ગીરગઢડાના બાબરીયા ગીરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો
ગીરગઢડાના બાબરીયા ગીરમાં નૂતન સ્વામીનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ત્રિદિનાત્મક શ્રીમદ સત્સંગીજીવન જ્ઞાન યજ્ઞ તથા પંચ કુંડી મહાવિષ્ણુયાગ તથા ભક્તચિંતામણી યજ્ઞ ઉપરાંત રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્મો, મહીલા સત્સંગ સભા, મૂર્તિપ્રતિષ્ઠા વિધી સહીતનો વિવિધ કાર્યક્રમ યોજાયેલ જેમાં આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
ગોંડલમાં દાતાઓનું દાન
ગોંડલની ધરતી સદાય સેવા..ભજન.. ભોજન..અને પ્રકૃતિની સેવા કાર્યો થી ધમધમતી રહે છે... 1000 માળાના દાતા શ્રી રેનીશભાઈ અમૃતિયા, ખાસ પ્રોત્સાહન નગર પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, એ.પી.એમ.સી. પ્રમુખ ગોપાલભાઈ શીંગાળા , બાવભાઈ ટોળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા, યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ , ગોંડલ ત્રિશુલ ગ્રુપ સરથી ગ્રુપ હિરેન રૈયાણી, યતિન સાવલિયા પ્રમુખ શિક્ષક સંઘ કો. ખોડલધામ મહિલા સમિતિ તથા લેઉવા પટેલ જીવન સાથી ગ્રૂપની સમગ્ર ટીમ તથા કાર્યકરોનો અયોજક અશોકભાઈ શેખડા, બંટીભાઈ ભુવા, અશિષભાઈ સટોડીયા ભવનાબેન ગજેરા આભાર માને છે.

સાવરકુંડલાનું ગૌરવ
સાવરકુંડલા માં આવેલ રુદ્ર સિલેકશન વાળા મુકેશગીરી ચંદ્રગીરી ના સુપુત્ર સાગરગીરી ઉમેશગીરી (ઉર્ફે મુકેશગીરી) (ઇ.ઈ.અ., ખ.જભ./ઈંઝ) કોમ્પ્યુટર બી.એડ. ના ચોથા સેમેસ્ટરમાં અમરેલી જિલ્લામાં 99% સાથે પ્રથમ સ્થાન મેળવી અને અમરેલી શ્રી મુકેશ જાની કોલેજમાં પ્રથમ સ્થાન મેળવી ગીરી પરિવાર તથા સાવરકુંડલા નું નામ રોશન કરેલ..


Advertisement