SPL : 'જો અને તો' વચ્ચે આજે અને કાલે રમાશે નિર્ણાયક મેચ : હવે જો જીત વો સિકંદર

20 May 2019 05:28 AM
Rajkot Saurashtra Sports
  • SPL : 'જો અને તો' વચ્ચે આજે અને કાલે રમાશે નિર્ણાયક મેચ : હવે જો જીત વો સિકંદર
  • SPL : 'જો અને તો' વચ્ચે આજે અને કાલે રમાશે નિર્ણાયક મેચ : હવે જો જીત વો સિકંદર
  • SPL : 'જો અને તો' વચ્ચે આજે અને કાલે રમાશે નિર્ણાયક મેચ : હવે જો જીત વો સિકંદર
  • SPL : 'જો અને તો' વચ્ચે આજે અને કાલે રમાશે નિર્ણાયક મેચ : હવે જો જીત વો સિકંદર

- આજે સોરઠ ગોહિલવાડ સામે જીતે તો સીધો પ્રવેશ ફાઇનલમાં, અથવા હાલાર સાથે પોઇન્ટમાં મપાશે - ગોહિલવાડ ગ્લેડિયટર્સ ટુર્નામેન્ટ બહાર

Advertisement

ફાઇનલમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા હાજર રહેશે : વિનિંગ ટીમને ટ્રોફી આપશે

રાજકોટ તા. 20, રાજકોટમાં રમાનર સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ હવે અંતિમ અને રસપ્રદ તબક્કામાં આવી પહોંચી છે. જો અને તો વચ્ચે લીગના છેલ્લા બે મેચ આજે અને કાલે રમાવવા જી રહ્યા છે. આજે સોરઠ લાયન્સ અને ગોહિલવાડ ગ્લેડિયટર્સ વચ્ચે ટક્કર થશે. ગોહિલવાડ મેચ જીતે કે હારે, તે ટુર્નામેન્ટ બહાર ફેંકાઈ ગઈ છે. પણ સોરઠ લાયન્સ માટે ખૂબ મહત્વ નો મેચ છે કારણ કે અગર તે જીતે તો સીધો ફાઇનલમાં પ્રવેશ મળશે. અને અગર સોરઠ લાયન્સ આજનો મેચ હારે તો પોઇન્ટ પર વાત પહોંચી જાય.

કાલે ચેતેશ્વર અને ઉનડકટની ટીમો વચ્ચે 'સેમી ફાઇનલ' જેવો જંગ:
કાલે સાંજે જયદેવ ઉનડકટની કચ્છ વૉરિયર્સ અને ચેતેશ્વરની ઝાલાવાડ રોયલ્સ વચ્ચે સેમી ફાઇનલ જેવો મુકાબલો થશે. કારણકે જે જીતશે તે ફાઇનલમાં રમશે. તે બન્ને વચ્ચે જે હારે, તેની પણ 4 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર વાત પહોંચી જશે.


શનિવારના બન્ને મેચ :
ઝાલાવડ - હાલાર : બપોરે 3.30 કલાકનો મેચ ઝાલાવાડ 10 વિકેટે હાલાર હીરોઝ સામે જીત્યું. 131 રનના લક્ષ્યાંક સામે ઝાલાવાડના બને ઓપનર્સ પુરી ઈંનિંગ્સ રમી જીત અપાવી. કેપટન પુજારા અને વાઇસ કેપટન જેક્સન બન્નેએ 64 રન ફટકાર્યા. જેકસોન મેન ઓફ ધ મેચ જાહેર થયો.

કચ્છ વૉરિયર્સ - સોરઠ લાયન્સ : સાંજે 7.30 કલાકે સોરઠ - કચ્છમાં કચ્છનો 7 વિકેટે વિજય થયો હતો. સોરઠ 105 રનમાં ઓલ આઉટ થઈ, જેમાં કચ્છ વતી પાર્થ ભુતે 3 વિકેટ ઝડપી. કચ્છ તરફથી અવિ બારોટએ 35 રન અને રાજદીપ દરબારે 33 રન બનાવી કચ્છ ને 13 ઓવરમાં જીત અપાવી.
કચ્છ વૉરિયર્સનો પાર્થ ભૂત મેન ઓફ ધ મેચ બન્યો.

રવિવારની બે મેચ :
કચ્છ-ગોહિલવાડ : બપોરે 3.30 કલાકે રમાનાર મેચમાં કચ્છ 10 વિકેટે જીત્યું. ગોહિલવાડ ના 159 રનના લક્ષ્યાંક સામે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 161 રન બનાવતું કચ્છ. રાજદિપ દરબારના 50 બોલમાં 94 રન માટે મેન ઓફ ધ મેચ જાહેર થયો. અવિ બારોટએ પણ 65 રન ફટકાર્યા.

હાલાર - સોરઠ : સાંજે 7.30 કલાકે રમાયેલ આ મેચ ખૂબ જ રસપ્રદ બન્યો. હાલાર અગર આ મેચ જીતી હોત તો ફાઇનલમાં પ્રવેશ થઈ ચૂક્યો હોત, અને એક સમયે તેની મજબૂત સ્થિતિ હોવાથી એવું લાગતું પણ હતું. પણ સોરઠના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 15 બોલમાં મહત્વના 30 રન ફટકારી સોરઠ લાયન્સને જીત અપાવી. હાલારએ 161 રન બનાવ્યા જેમાં કેપ્તન અર્પિતના 58 રન અને વિશ્વરાજ જાડેજાના 23 બોલમાં 36 રન હતા. ચેતન સકારીયાએ ત્રણ વિકેટ લીધી. 162 રન નો ટાર્ગેટ સોરઠે 19.4 ઓવરમાં 8 વિકેટ ગુમાવી હાંસલ કર્યો.


Advertisement