જામનગરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું થયું ઇમરજન્સી લેન્ડિંગ

20 May 2019 12:28 AM
Jamnagar Gujarat
  • જામનગરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું થયું ઇમરજન્સી લેન્ડિંગ

એક પેસેન્જરને છાતીમાં દુખાવો થતા મેડિકલ ઇમરજન્સી થતા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું થયું લેન્ડિંગ

Advertisement

જામનગર તા.20, જામનગરમાં આંતરરાષ્ટટ્રીય ફ્લાઇટનું થયું ઇમરજન્સી લેન્ડિંગ. અહીંના એરપોર્ટ પર ફક્ત ડોમેસ્ટિક ઉડાન જ ભરી શકે ત્યારે એર ઇન્ડિયાની દિલ્હી થી મસ્ક્ત જતી ફ્લાઈટને મેડિકલ ઇમરજન્સી આવવાથી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જામનગરથી મળતી માહિતી અનુસાર ગોરખનાથ નાયક નામનો 29 વર્ષીય યુવકને દિલ્હી-મસ્ક્ત ફ્લાઇટમાં છાતીમાં દુખાવો ઉપડતા જામનગર ખાતે એર ઇન્ડિયા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. ફ્લાઇટ લેન્ડિંગ કરાતા 108ની ટીમ એરપોર્ટ પર તૈયાર હતી. 108ની ટીમમાં મેડિકલ ઇન્ચાર્જ પ્રકાશ પરમાર, ગજેન્દ્રસિંહ જાડેજાએ તુરત સારવાર ચાલુ કરી અને જામનગરની જીજી હોસ્પિટલમાં યુવકને દાખલ કરવામાં આવ્યો. હાલ જીજી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે

 


Advertisement