લોકસભા ચૂંટણી : 17મી લોકસભા માટે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ : જાણો ક્યાં - કેટલું થયું મતદાન

19 May 2019 06:33 PM
India
  • લોકસભા ચૂંટણી : 17મી લોકસભા માટે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ : જાણો ક્યાં - કેટલું થયું મતદાન

11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું : 23 મે ના રોજ ચૂંટણી પરિણામ

Advertisement

ન્યુ દિલ્હી તા.19
17મી લોકસભા માટે આજરોજ અંતિમ તબક્કાની ચૂંટણી મતદાન પૂર્ણ થયું હતું. સાત તબક્કામાં 542 બેઠકો પર મતદાન થયું, જયારે તામિલનાડુ ની વેલોર બેઠક પર બબાલ હોવાના કારણે મતદાન રદ કરવામાં આવ્યું હતું. 2019ની લોકસભા ચૂંટણીનો પેહલો તબક્કો 11 એપ્રિલના રોજ હતું જયારે પરિણામ 23મે ના જાહેર થશે.
અંતિમ સાતમા તબક્કા માં બિહાર, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, બંગાળ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ચંદીગઢમાં મતદાન થયું હતું.
છ વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું :
બિહાર : 49.92%
હિમાચલ પ્રદેશ : 66.18%
મધ્ય પ્રદેશ : 69.38%
પંજાબ : 58.81%
પશ્ચિમ બંગાળ : 73.05%
ઝારખંડ : 70.05%
ચંદીગઢ : 63.57%


Advertisement