cannes 2019: પતિ નિકને છોડી આ વ્યક્તિ સાથે જોવા મળી પ્રિયંકા ચોપડા : કોણ છે તે યુવાન

19 May 2019 06:19 PM
Entertainment World
  • cannes 2019: પતિ નિકને છોડી આ વ્યક્તિ સાથે જોવા મળી પ્રિયંકા ચોપડા : કોણ છે તે યુવાન

Advertisement

કાન્સ તા.19, બોલીવૂડ અભિનેત્રીઓ હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં ધૂમ મચાવી રહી છે. કાન્સમાં આ વર્ષે કંગના રનૌટ સહિત દીપિકા પાદૂકોણ, પ્રિયંકા ચોપરા, ડાયના પેન્ટી અને હિના ખાન તેમની અદાઓ બિછાવી રહી છે. આ અભિનેત્રીઓ પૈકી પ્રિયંકા ચોપડા અને હિના ખાન આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પેહલી વખત જોવા મળી રહી છે અને અત્યાર સુઘી બન્ને મનમોહક લૂકમાં જોવા મળ્યા છે. કાન્સ ફેસ્ટીવલમાં પ્રિયંકા ચોપરાની એક ફોટો વાયરલ થઈ રહી છે જેમાં પ્રિયંકા ચોપડા નિક સાથે નહી પણ બીજા કોઈ સાથે જોવા મળી રહી છે.

આ ફોટો વાયરલ થતા લોકો ઘણા સવાલ કરી રહ્યા છે. આ ફોટોમાં પ્રિયંકા ચોપડા કોઈ અન્ય વ્યક્તિ સાથે જોવા મળી રહી છે જે પ્રિયંકા ચોપડાની કમરમાં હાથ નાખીને ઉભો છે. પ્રિયંકા ચોપરા સાથે આવી રીતે ઉભી રહેનાર આ વ્યક્તિ તેનો સ્ટાઈલિસ્ટ સંજય કુમાર છે.

સંજય કુમાર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડિપ નેક ગાઉનમાં જોવા મળી હતી. મેટાલિક બ્લેક ડીપ નેક ગાઉન સાથે મેટાલિક મેકઅપે પ્રિયંકાના ફેન્સનું મન મોહી લીધુ હતું. આ આઉટફિટ સાથે પ્રિયંકા કાન્સ ફેસ્ટીવલની પાર્ટીમાં પહોચી હતી જેમાં નિક જોનસ પણ સાથે જોવા મળી રહ્યો હતો.


Advertisement