કેદારનાથની જે ગુફામાં વડાપ્રધાન રોકાયા તેના વિષે જાણો : ગુફાનું ભાડું, અંદરની સુવિધા કેવી છે

19 May 2019 05:34 PM
Dharmik Government India Travel
  • કેદારનાથની જે ગુફામાં વડાપ્રધાન રોકાયા તેના વિષે જાણો : ગુફાનું ભાડું, અંદરની સુવિધા કેવી છે

'રુદ્ર સાધના ગુફા'ને ચાલુ કરવાનો વિચાર વડાપ્રધાન મોદીએ આપ્યો : ગત વર્ષે ચાલુ સાધના કેન્દ્રને ચાલુ કરવામાં આવ્યું હતું

Advertisement

નવી દિલ્હી તા. 19, ગઈકાલે વ્દાપ્રધાન મોદીએ કેદારનાથની ગુફામાં રાત્રી રોકાણ કરી શિવ સાધના કરી હતી. જે ગુફામાં વડાપ્રધાન રોકાયા હતા તેનું ભાડું એક રાત્રિનું રૂ.990 છે અને અંદર મોડર્ન સુવિધાઓ થી સજ્જ છે. આ ગુફાઓ ગરવાહલ મંડળ વિકાસ નિગમ (GMVN) દ્વારા સંચાલિત છે, અને આ ગુફાઓ કેદારનાથમાં સાધના - મેડિટેશન વધુ પ્રખ્યાત કરવા ચાલુ કરવામાં આવી હતી. આ ગુફાને રુદ્ર મેડિટેશન કેવ (ગુફા) કેવામાં આવે છે અને આ પ્રકારના કોન્સેપ્ત નો વિચાર ખુદ વડાપ્રધાન મોદીએ આપ્યો હતો તેવું GMVNના અધિકારીઓએ જણાવ્યું. ગત વર્ષે ચાલુ કરવામાં આવેલ આ ગુફાઓનું પ્રાથમિક ધોરણે ભાડું રૂ. 3000 રાખવામાં આવ્યું હતું પરંતુ ખુબ ઓછો પ્રતિસાદ મળતા ભાડું ઘટાડી રૂ.990 કરવામાં આવ્યું. આ ઉપરાંત ખુબ ઠંડી પડી હોવાથી યાત્રાળુ ગુંફાઓમાં રોકાણ કરવાની માંગ ન હતી તેથી ભાડું ઓછું કરવામાં આવ્યું હતું.

ગુફાની અંદર કેવી સુવિધા છે :
ગુફામાં 24 કલાક વીજળી, શુદ્ધ પીવાનું પાણી - ગરમ પાણી મળે છે અને બાથરૂમ પણ હોય છે. બહારનો ભાગ પથ્થરનો બનાવવામાં આવ્યો છે જયારે અંદર જવામાટે એક નાનો લાકડાનો દરવાજો હોય છે. ગુફામાં રોકાયેલ યાત્રાળુઓ માટે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને બે વખત ચા મળે છે. ગુફાની અંદર બેલ પહેલેથી જ લગાડવામાં આવી હોય છે, જેથી 24x7 કોઈ સહાયક ને બોલાવવામાં આવી શકે છે. આ ગુફા પવિત્ર કેદારનાથ મંદિરથી 1 કિ.મિ ઉપર છે અને સાધના- મેડિટેશન કરવા માટે બનાવેલ આ ગુફામાં એક જ વ્યક્તિ રોકાય શકે છે અને ઇમરજન્સી માટે અંદર ફોન રાખવામાં આવેલ છે. ગુફામાં રાત્રી રોકાણ કરવા પેહલા મેડિકલ ચેક-અપ કરવામાં આવે છે અને જો તેમાં ફિઝિકલી ફિટ હોવ તો જ પરવાનગી મળે છે. મેડિકલ ચેક-અપ ગુપ્તકાશી અને કેદારનાથમાં કરવામાં આવે છે. આ ગુફામાં રહેવાં માટે GMVN ની સત્તાવાર વેબસાઈટ પર થઇ શકે છે.

 

 

 

 

The Kedarnath meditation cave can be booked through the GMVN website for Rs990/night.

For details,http://gmvnl.in/newgmvn/trh.asp?id=161


Advertisement