બન્ને ભાઈમાં ગાઢ મિત્રો કરતાં પણ વધુ મિત્રતા હતી

18 May 2019 06:53 PM
Rajkot
  • બન્ને ભાઈમાં ગાઢ મિત્રો કરતાં પણ વધુ મિત્રતા હતી
  • બન્ને ભાઈમાં ગાઢ મિત્રો કરતાં પણ વધુ મિત્રતા હતી

Advertisement

રાજકોટ તા.18
રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાનાં પુત્ર વિશાલ પરિવાર સાથે પશ્ર્ચિમ બંગાળનાં બહેરામપુર પાસેથી વોલ્વોમાં પસાર થતા હતા ત્યારે અકસ્માતે તેનું મોત નીપજયુ હતું. ઉલ્લેખનીય છે કે વિશાલ અને તેના ભાઈ રવિ બન્ને સગા ભાઈઓની સાથે સાથે એક ગાઢ મિત્રતા પણ ધરાવતા હતા જયાં પણ ફરવા જતા ત્યાં બધે સાથે જ જતા હતા.


વિશાલની પત્નિ અને પુત્ર સાથે જીવનની અંતિમ સેલ્ફી
સિકકીમમાં વિશાલ પુત્ર વિહાન અને પત્નિએ મોબાઈલમાં અંતિમ સેલ્ફી પાડયો હતો જે તેમણે સોશ્યલ મિડિયામાં ચારેક દિવસ પહેલા જ શેર કર્યો હતો.


અકસ્માતમાં પ્રાણ ગુમાવનાર વિશાલ રાજકોટમાં પ્લાસ્ટીકનું કારખાનું ચલાવતો
રાજકોટ: પ.બંગાળના બહેરામપુર પાસે વોલ્વો બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતની આ ઘટનામાં ધારાસભ્ય લલીત કગથરાના મોટા પુત્ર વિશાલ કગથરાનું મોત થયુ હતું.
વિશાલ કગથરા બે ભાઈના પરિવારમાં મોટો હતો તેને સંતાનમાં આ વર્ષનો પુત્ર વિહાન છે.
તેમના પત્નિનું નામ વિધી છે વિશાલ કગથરા પડધરી પાસે પ્લાસ્ટીકનું કારખાનું ચલાવતો હોવાનું જાણવા મળ્યુ હતું.


કગથરા બંધુ સહિત છ દંપતિ સિકકીમ-પ.બંગાળ ફરવા ગયા’તા
રાજકોટ: રાજકોટ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડનાર લલીત કગથરાનાં પુત્રોને પશ્ર્ચિમ બંગાળ ફરવા ગયા તે સમયે અકસ્માત નડતાં તેમના પુત્ર વિશાલ કગથરાનું દુ:ખદ મોત થયુ હતું.
અકસ્માતની આ ઘટનામાં વિશાલ સિવાય અન્યનો ચમત્કારીક બચાવ થયો હતો. આ અંગે તેમનાં પરિચિતો પાસેથી જાણવા મળેલ વિગતો મુજબ સિકકીમ-ગંગટોક અને પ.બંગાળનાં પ્રવાસે વિશાલ કગથરા તેમના પત્નિ વિધીબેન તેમજ તેના નાનાભાઈ રવિ કગથરા તેમના પત્નિ વિશ્ર્વા તેમના ભાણેજ પિન્ટુભાઈ તેમજ મિત્રો સહીત દંપતી ફરવા ગયા હતા.
પરંતુ અકસ્માતની આ ઘટના બનતા તેમની સાથે રહેલા તેના સગાભાઈ સહીતનાં આઘાતની સ્તબ્ધ બની ગયા હતા.


Advertisement