મૃતદેહને કોલકતાથી વિમાનમાર્ગે સીધો રાજકોટ લાવવા પ્રયાસો: હાર્દિક પટેલ મદદ માટે પહોંચ્યો

18 May 2019 06:49 PM
Rajkot

બેહરામપોર મેડીકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરાયુ: પશ્ર્ચિમ બંગાળના કોંગી આગેવાનો સતત સાથે

Advertisement

રાજકોટ તા.18
પડધરી-ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલના અકસ્માતમાં મોત પછી કોલકતાથી મૃતદેહને સીધો રાજકોટ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ‘પાસ’ નેતા હાર્દિક પટેલ પણ મદદ માટે દિલ્હીથી કોલકતા પહોંચ્યાના નિર્દેશ છે.
આ અકસ્માતના બનાવ વિશે લલિત કગથરાના બીજા પુત્ર રવિએ સૌપ્રથમ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને જાણ કરી હતી અને તેઓ સવારે જ કગથરાના રાજકોટ સ્થિત નિવાસે આવી ગયા હતા. વસોયાએ આજે બપોરે વાતચીતમાં કહ્યું કે અકસ્માત બાદ મૃતક વિશાલના પોસ્ટમોર્ટમ સહીતની કાયદાકીય પ્રક્રિયા થઈ હતી તે બપોરે પૂર્ણ થઈ છે, મૃતદેહને કોલકતાથી વિમાનમાર્ગે અમદાવાદ તથા ત્યાંથી રોડ માર્ગે રાજકોટ લાવવાની ગોઠવણને બદલે મૃતદેહને કોલકતાથી સીધો રાજકોટ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. સમગ્ર કામગીરીમાં મદદરૂપ થવા પાટીદાર નેતા હાર્દિક પટેલ તથા બ્રિજેશ પટેલ પણ દિલ્હીથી સીધા કોલકતા પહોંચ્યા હતા. મૃથદેહને વિમાન માર્ગે સીધો રાજકોટ લાવી શકાય તે માટે પ્રત્નો કરાય રહ્યા છે. કોકતાના પાર્ટી કાર્યકરો પણ મદદમાં છે.
મૃતક વિશાલના મૃતદેહનું બેહરામપુર મેડીકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બેહરામપુરથી કોલકતા 215 કીલોમીટર દૂર છે એટલે ત્યાં પહોંચવામાં પણ 5-6 કલાકનો સમય લાગી જાય તેમ છે એટલે મૃતદેહ રાજકોટ આવતા મોડીરાત થઈ શકે છે.


બપોર સુધી લલીત કગથરા અને પરિવારને અકસ્માતની જાણ નહોતી કરાઈ
રાજકોટ તા.18
પડધરી-ટંકારા વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્રને બહેરગામ પાસે અકસ્માત નડતા તેમના પુત્ર વિશાલ કગથરાનું મોત થયુ હતું.
અકસ્માતની આ ઘટના ગઈકાલ રાત્રીનાં બન્યા બાદ આજરોજ બપોર સુધી લલીત કગથરા કે પરિવારને તેમના પુત્રને અકસ્માત નડયો હોવાની જાણ કરાઈ ન હતી.
લલીતભાઈ કગથરાની તબીયત નાદુરસ્ત હોવાથી આઘાતમાં દુર્ઘટના ન બને તે માટે તેમને પ્રથમ સામાન્ય અકસ્માત હોવાની જાણ કરી હતી. બાદમાં બપોર બાદ તેમને અકસ્માતમાં વિશાલનું મોત થયુ હોવાની જાણ કરી હતી જેની જાણ થતાં તેમના પર વજ્રઘાત થયો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી તો આ દુ:ખદ બનાવના પગલે કગથરા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.


Advertisement