કાપડનું કારખાનું ધરાવતા એક વૃદ્ધની તેના જ પુત્રએ હત્યા કરી

18 May 2019 06:37 PM
Gujarat

Advertisement

ઘોર કળિયુગની ચાડી ફૂંકતો એક બનાવ પાંડેસરા વિસ્તારમાં બન્યો હતો. જેમાં કાપડનું કારખાનું ધરાવતા એક વૃદ્ધની તેના જ પુત્રએ હત્યા કરી હતી. આટલું અધૂરું હોય તેમ ગુનો છુપાવવા માટે લાશને જમીનમાં દાટી દીધી. પોલીસને પોતાના પર શંકા ન જાય એટલા માટે પોતાના પિતા ગુમ થયાની જાણ પોલીસને પણ તેણે જ કરી. આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમને સીસીટીવી અને પુછપરછના આધારે સમગ્ર કેસને ઉકેલીને પુત્ર સહિત અન્ય એકને ઝડપી લીધો છે.


Advertisement