ફીકસ-પે કોન્ટ્રાકટ કર્મચારીઓને પણ કાયમી કર્મચારી જેવું કાનૂની રક્ષણ: હાઈકોર્ટ

18 May 2019 05:25 PM
Gujarat
  • ફીકસ-પે કોન્ટ્રાકટ કર્મચારીઓને પણ કાયમી કર્મચારી જેવું કાનૂની રક્ષણ: હાઈકોર્ટ

કોઈ ગેરવર્તણુંક કે એફઆરઆઈના આધારે જ આ પ્રકારના કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરી શકાશે નહીં

Advertisement

રાજકોટ તા.18
રાજયમાં ફીકસ-પે કોન્ટ્રાકટ જોબ પર રહેલા લાખો કર્મચારીઓને એક મહત્વપૂર્ણ રાહત આપતા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે સરકારી નોકરીમાં જેઓ કાયમી છે અને તેઓને નોકરીમાં ગેરવર્તણુક કે અન્ય પ્રકારની ખાતાકીય તપાસ સમયે જે કાનૂની રક્ષણ મળે છે તે જ કાનૂની રક્ષણ મળે છે તેવું જ રક્ષણ ફીકસ-પે કોન્ટ્રાકટ જોબ પર રહેલા કર્મચારીને મળે છે. અને આ પ્રકારે નોકરી કરતા કર્મચારીઓને યોગ્ય ખાતાકીય તપાસની પ્રક્રિયા પૂરી કર્યા વગર નોકરીમાંથી દૂર કરી શકાશે નહીં. હાઈકોર્ટે જણાવ્યું હતું કે ફકત એફઆરઆઈના આધારે કોઈપણ વ્યકિતને નોકરીમાંથી બરતરફ કરી શકાય નહીં. તેઓને પણ નિયમીત -કાયમી કર્મચારીની જેમ તમામ કાનૂની રક્ષણ મળે છે. ગુજરાતમાં સરકાર દ્વારા શિક્ષણ, પોલીસ સહિતના વિભાગોમાં તથા રાજય સરકારોની વિવિધ યોજનાઓમાં ફીકસ-પે- કોન્ટ્રાકટ ઉપર હજારો કર્મચારીઓને નોકરી આપવામાં આવી છે અને તેઓ ફકત એફઆઈઆરના આધારે કે કોઈ ખાતાકીય તપાસ વગર જ તેની સામે ફરીયાદ થાય તો નોકરી ગુમાવે છે પણ હવે હાઈકોર્ટે તેમને કાનૂની રક્ષણ આપ્યું છે. અને ફીકસ-પે કર્મચારીઓને પણ તેની સામે જો કોઈ ગેરવર્તણુંક કે અન્ય પ્રકારની ફરીયાત થાય તો પછી તે પોલીસ એફઆરઆઈ હોય તો પણ તેને ખાતકીય તપાસ કે અદાલતી ચુકાદા સિવાય નોકરીમાંથી બરતરફ કરી શકાશે નહીં. આ આદેશથી ફીકસ-પે કર્મચારીને એક મહત્વની રાહત મળી છે.


Advertisement