ગાંધીધામ રેલ્વેની ગુડ્ઝ સાઇટમાં યુવાનની હત્યા

17 May 2019 12:06 PM
kutch Crime Saurashtra
  • ગાંધીધામ રેલ્વેની ગુડ્ઝ
સાઇટમાં યુવાનની હત્યા

મૃતક યુવાનની ઓળખ મેળવવા પોલીસની તજવીજ : તપાસનો ધમધમાટ

Advertisement

ભૂજ તા.17
કચ્છના ગાંધીધામના રેલવે ગુડ્ઝ સાઈડમાં મેલડી માતાના મંદિર નજીક પડતર જગ્યા પર વહેલી સવારે હત્યા કરાયેલાં યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર ફેલાઈ છે. ગાંધીધામ રેલવે પીએસઆઈ સી.એસ.સોંદરવાએ જણાવ્યું હતું કે, અજાણ્યા હતભાગી યુવકની ઉંમર અંદાજે ત્રીસેક વર્ષની છે. હત્યારાએ તેની છાતી, પીઠ, પડખા, મોઢાં પર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યાં હતા. જેમાં તેનું મોત નીપજ્યું છે. જો કે, હજુ સુધી મૃતક યુવકની કોઈ ઓળખવિધિ થઈ શકી નથી.મૃતક યુવક કલરકામ કરતો હોવાની શક્યતા છે. બનાવ અંગે રેલવે પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે.


Advertisement