પશ્ચિમ બંગાળ : હિંસાના પગલે આવતીકાલથી જ ચૂંટણી પ્રચાર પર રોક મુકતું EC

15 May 2019 08:43 PM
India Politics
  • પશ્ચિમ બંગાળ : હિંસાના પગલે આવતીકાલથી જ ચૂંટણી પ્રચાર પર રોક મુકતું EC

19મે ના રોજ અંતિમ તબક્કા ની ચૂંટણીમાં બંગાળની 9 બેઠકો પર થશે મતદાન

Advertisement

નવી દિલ્હી તા.15, ગઈકાલે પશ્ચિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહના રોડ શો દરમ્યાન ભારે હિંસા જોવા મળી હતી. ભાજપના કાર્યકરો અને tmc ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ અનેક જગ્યા પર પથ્થરમારો અને આગજની જોવા મળી હતી. પોલીસ દ્વારા લાઠીચાર્જ લન કરવામાં આવ્યો હતો. ભાજપ નો આરોપ છે કે રાજ્ય સરકાર તેની પોલીસ અને મશીનરી નો ખોટો રાજકીય ઉપયોગ કરી રહી છે. આ સમગ્ર ઘટના દરમ્યાન બંગાળના સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની વર્ષો જૂની ઐતિહાસિક મૂર્તિ તોડી પાડવામાં આવી હતી.
વધુ હિંસા ની ભીતિ ના કારણે EC(ઇલેક્શન કમિશન) દ્વારા કાલે સાંજે 10 વાગ્યા થી જ ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દેવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર પર રોક 48 કલાક પહેલા આવી જતો હોય છે પણ તંગ વાતાવરણ વચ્ચે હાલમાં ચૂંટણી કમિશનરએ નિર્ણય લીધો છે. આટલું જ નહીં પણ બંગાળના ગૃહસચિવ ને રજા પર ઉતરી દેવાયા છે.

Advertisement