ન્યુ રાજકોટના ચાર વોર્ડમાં પાણી મોડુ: પોપટપરામાં લાઈન ફાટી

15 May 2019 06:25 PM
Rajkot
  • ન્યુ રાજકોટના ચાર વોર્ડમાં પાણી મોડુ: પોપટપરામાં લાઈન ફાટી

પુનિતનગર, મવડી, વાવડી, કાલાવડ રોડ, અમીન માર્ગ, રામધામ સહિતના વિસ્તારોમાં દેકારો વોર્ડ નં.8,10,11,12માં બેથી ત્રણ કલાકનો વિલંબ: વોર્ડ નં.3માં અતુલ રાજાણીએ માથે ઉભા રહી પાણી વિતરણ કરાવ્યું

Advertisement

રાજકોટ તા.15
શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી પાણીની ધાંધીયા શરૂ થયા છે ત્યારે આજે ન્યુ રાજકોટના વોર્ડ નં.8,10,11 અને 12ના અમુક વિસ્તારોમાં પાણી વિતરણ બેથી ત્રણ કલાક મોડુ થતા ઉનાળાના દિવસોમાં લોકો હેરાન થયા હતા તો વોર્ડ નં.3ના ઘણા વિસ્તારોમાં દિવસોથી પૂરૂ પાણી મળતું ન હોય આજે લાઈન ચકાસણીની કામગીરી વખતે જ એકાએક પાઈપલાઈનમાં ભંગાણ પડતા લોકો ફરી હેરાન થયા હતા.
પોપટપરા મેઈન રોડ પર પાણીની મુખ્ય લાઈન ભાંગતા વોર્ડના જાગૃત કોંગી કોર્પોરેટર અને વિપક્ષી દંડક અતુલ રાજાણીએ માથે ઉભા રહીને અધિકારીઓ પાસે તાબડતોબ રીપેરીંગ કરાવી વિસ્તારમાં પાણી વિતરણ કરાવ્યું હતું.
નવા રાજકોટની વાત કરીએ તો આજે મવડીના પુનીતનગર પાણીના ટાંકામાં પાણીનું લેવલ ઘટી ગયું હતું. ઈએસઆરમાં પાણીની ત્રણ પૈકીની એક પમ્પીંગ મોટરમાં કોઈ ફોલ્ટ થયો હતો. આથી લેવલ ડાઉન થયુ હતું તે કારણે મવડી, વાવડી તરફના વોર્ડ નં.11 અને 12માં સવારથી વિતરણ થઈ શકયું ન હતું. બેક કલાક બાદ પાણી વિતરણ શરૂ થયુ હતું.
વોર્ડ નં.8ના આ ઝોન હેઠળના અમુક વિસ્તારમાં પણ પાણી મળવામાં વિલંબની ફરીયાદ આવી હતી. તો આ વોર્ડના કાલાવડ રોડ પરના રામધામ વિસ્તારમાં પણ મોડુ પાણી મળ્યું હતું. સમ્રાટ એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારની ફરીયાદ વોર્ડ નં.10ના કોંગી કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાએ સવારમાં અધિકારીઓને પહોંચાડી હતી. આ વોર્ડમાં પણ કયાંક કયાંક મોડા પાણીની ફરીયાદ આવી હતી.
આ અંગે વેસ્ટ ઝોનના સીટી ઈજનેર એચ.યુ. દોઢીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ટાંકામાં લેવલ ઘટતા પુનીતનગર હેઠળના અમુક વિસ્તારમાં પાણી દોઢેક કલાક મોડુ થયુ હતું. આમ છતા તમામ વિસ્તારમાં બપોરે પાણી આપી દેવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા દિવસોથી પોપટપરા, રઘુનંદન, કૃષ્ણનગર, મીયાણાવાસ, રેલનગર જેવા વિસ્તારોમાં પાણી મળતુ ન હતું એવામાં આજરોજ પાણીના વાલ્વ સમયસર ખુલ્યા ન હોવાની ફરીયાદો મળતા જાગૃત કોર્પોરેટર અતુલભાઈ રાજાણી તથા વોર્ડ પ્રમુખ ગૌરવભાઈ પુજારાએ તાત્કાલીક સ્થળ પર પહોંચેલ ત્યાં જઈ સ્થિતિનું આંકલન કરી ડેપ્યુટી કમિશ્ર્નર અને સીટી એન્જીનીયર સાથે ટેલીફોનીક સંપર્ક કરી તાબડતોબ વાલ્વે ખોલાવી લોકોને પાણક્ષ મળતુ કરાવ્યું હતું.
આજ સમયે અચાનક જ પોપટપરા મેઈન રોડ પર પાણીની મુખ્ય લાઈન તુટી ગયેલ અને કૃષ્ણનગર શેરી નં.1, 2 તથા બાકીના વિસ્તારમાં ફોર્સ આવતો બંધ થઈ ગયેલ હતો. વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી મળતુ ન હોય પીવા સુધાનુ પાણક્ષ પણ ગઈકાલના દિવસે મળેલ ન હતું તેની ગંભીરતા ધ્યાનમાં રાખી અધિકારીઓને તાત્કાલીક સ્થળ પર બોલાવી ગણતરીના સમયમાં જ લાઈન રીપેર કરાવેલ અને જે શેરીઓમાં પાણી મળતુ ન હતું તેવી શેરીઓમાં અધિકારીઓને એક એક ઘર પર લઈ જઈ લોકોના પાણીના પ્રશ્ર્નના નિરાકરણ માટે વહેલી સવારથી સતત લોકો અને અધિકારીઓ સાથે રહી લોકોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાવેલ હતી.


Advertisement