રોડ-શોમાં હિંસા: અમિત શાહ સામે કોલકાતા પોલીસની FRI

15 May 2019 06:23 PM
India
  • રોડ-શોમાં હિંસા: અમિત શાહ સામે કોલકાતા પોલીસની FRI

વિદ્યાસાગર કોલેજ, યુનિ.ના વિદ્યાર્થીઓએ ફરિયાદ નોંધાવી

Advertisement

કોલકાતા તા.15
કોલકાતા પોલીસે મંગળવારના રોડ-શો દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે એફઆઈઆર દર્જ કરી છે.
પોલીસે જોરાસાંકો પોલીસ મથકમાં અને બીજી એમહર્સ્ટ પોલીસ થાણામાં ફરિયાદ નોંધી છે. મંગળવારે સાંજે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના ટેકેદારો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.
અમિત શાહ સામે વિદ્યાસાગર કોલેજ અને કલકતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એફઆઈઆર નોંધાવી અમિત શાહને તહોમતદાર બતાવ્યા છે. વિદ્યાર્થીઓ તૃણમુલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ સાથે સંકળાયેલા છે.
દરમિયાન, મધરાતે દરોડામાં પોલીસે કોલકાતામાંથી ભાજપના કેટલાય નેતાઓને પકડી લીધા હતા. એમાં દિલ્હીના પક્ષના પ્રવકતા તેજીન્દરસિંહ બગ્ગાનો પણ સમાવેશ થાય છે.


Advertisement