ઉત્તરવહી ફાડી નાંખનાર અને ચાલુ પરીક્ષાએ બેલ વગાડનારા બે છાત્રોને 1+8ની સજા

15 May 2019 06:18 PM
Rajkot Crime
  • ઉત્તરવહી ફાડી નાંખનાર અને ચાલુ પરીક્ષાએ બેલ વગાડનારા બે છાત્રોને 1+8ની સજા

ધમસાણીયા કોલેજના છાત્રને જસાણી કોલેજના કેન્દ્ર પર ઝળકાવેલા લખણ ભારે પડયા

Advertisement

રાજકોટ તા.1પ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2019 દરમિયાન લેવાયેલ પરીક્ષામાં ધમસાણીયા કોલેજના એક વિદ્યાર્થીએ જસાણી કોલેજના પરીક્ષા કેન્દ્ર પર ચાલુ પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડની બહાર નીકળી બેલ વગાડી પરીક્ષા કાર્યમાં અવ્યવસ્થા સર્જી દીધી હતી. આ વિદ્યાર્થીને આજે પરીક્ષા શુઘ્ધિકરણ સમિતિની બેઠકમાં 1+8ની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક વિદ્યાર્થી કે જેને પોતાની ઉત્તરવહી ફાડી નાંખી સુપર વાઇઝર સાથે અણછાજતું વર્તન કર્યુ હતું. આ વિદ્યાર્થીને પણ યુનિ.ની પરીક્ષા શુઘ્ધિકરણ સમિતિની બેઠકમાં સુનવણી હાથ ધરી 1+8ની સજા કરવામાં આવી હતી.


Advertisement