પ્રિ-મોન્સુન એકટીવીટી થવાના એંધાણ સાથે ગરમીમાં થોડી રાહત : બપોરે 38 ડિગ્રી તાપમાન

15 May 2019 06:15 PM
Rajkot
  • પ્રિ-મોન્સુન એકટીવીટી થવાના એંધાણ સાથે ગરમીમાં થોડી રાહત : બપોરે 38 ડિગ્રી તાપમાન

બે દિવસમાં રાજકોટ જિલ્લામાં કરા સાથે હળવા વરસાદના સંકેત

Advertisement

રાજકોટ તા.15
ચાલુ વર્ષે ભારતીય કેલેન્ડર મુજબ કારતક માસમાં મિશ્ર ઋતુના માહોલ રહ્યા બાદ માગસર માસના મઘ્ય ભાગથી મહામાસના અંતિમ સપ્તાહ સુધી અવિરત ઠંડીનું આક્રમણ ચાલુ રહ્યું હતું. બાદમાં એકાદ માસ મિશ્ર ઋતુ રહ્યા બાદ ફાગણના અંતિમ સપ્તાહથી કાળઝાળ ગરમીનો દૌર શરૂ થયા બાદ ચૈત્રના અંતિમ સપ્તાહમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર ચડયા બાદ વૈશાખના પ્રારંભે ગરમી યથાવત રહ્યા બાદ પ્રિમોન્સુન એકટીવીટીની તૈયારીના ભાગરૂપે ચાલુ સપ્તાહના પ્રારંભે કરાસાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં બદલાવ આવ્યો છે તેમ છતાં હજુ ગરમીથી રાહત જોવા મળી નથી. છેલ્લા બે દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહેતા રાજકોટીયનો ગરમીમાં અકળાઇ રહ્યા છે. ગઇકાલથી પવનની દિશા બદલતા ઉત્તર-પૂર્વ કે ઉત્તર પશ્ર્ચિમના સુકા અને અંગ દઝાડતી લૂ સાથે ગરમીનું આક્રમણ જળવાઇ રહ્યું છે. હવામાં વધતા જતા ભેજ સાથે ગરમીનો પારો 38 ડિગ્રીને પાર રહેતા ગરમી સાથે બફારાનું પ્રમાણ વઘ્યું છે. સાથો સાથ પ્રિમોન્સુન એકટીવીટીનાં ભાગરૂપે આગામી બે-ત્રણ દિવસમાં સ્થાનિક વાદળો આકાશ ચડી આવતા રાજકો, અમરેલી, કચ્છ, બનાસકાંઠા સહિત રાજયમાં કેટલાક સ્થળોએ 40 કિ.મી.ની ઝડપે તોફાની પવન કરા સાથે હળવા ઝાંપટા પડવાની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.રાજકોટમાં આજે સવારે ન્યુનતમ તાપમાન 2પ.1 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા અને પવનની ગતિ સરેરાશ 14 કિ.મી. નોધાઇ હતી. બપોરે 2:30 કલાકે મહતમ તાપમાન 38.2 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 2પ ટકા અને પવનની ગતિ સરેરાશ 8 કિ.મી. નોંધાઇ હતી. બે દિવસ સુધી રાજકોટ જિલ્લામાં કરા સાથે હળવા વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


Advertisement