દલિતોના વરઘોડા માન સાથે નીકળે તે માટે સરકાર કટીબઘ્ધ : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

15 May 2019 06:13 PM
Ahmedabad
  • દલિતોના વરઘોડા માન સાથે નીકળે તે માટે સરકાર કટીબઘ્ધ : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

રાજયની શાંતિ ડહોળવાના પ્રયાસો સાંખી નહી લેવાયની ચીમકી

Advertisement

ગાંધીનગર તા.15
ગુજરાતમાં ઉત્તર ગુજરાત નામ મહેસાણા જિલ્લામાં સાબરકાંઠા જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં કેટલાક સમયથી દલિત સમાજના લોકો સામે લગ્નનો વરઘોડો કાઢવા મુદ્દે ઘર્ષણની ઘટનાઓ બની છે ત્યારે રાજ્ય સરકાર દલિતો ના નીકળતા વરઘોડા માન સાથે નીકળે તે માટે કટિબદ્ધ બની હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી છે.
રાજ્યમાં સમરસતા જળવાય અને દલિત સમાજના સામાજિક પ્રસંગો એ નીકલતા વરઘોડા પણ માનભેર નીકળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને કટિબદ્ધ બની ગઈ છે આ અંગે પ્રતિભાવો વ્યક્ત કરતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય માં છેલ્લા કેટલાક દિવસ થી દલિતો ના વરઘોડા પર થઈ રહેલા હુમલા ઓ આ અંગે સરકાર ગંભીર બની છે. જોકે ઘટનાના પગલે પ્રતિજ ની બાજુ ના ગામ માં તરીકે સમાજના વરરાજા ને પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં વરઘોડા દરમ્યાન બોલાચાલી થઈ હતી ત્યારે પોલીસ હાજર હતી.
પરંતુ જે લોકો રાજ્ય ની શાંતિ ડહોળે છે.આવા તત્વોને અમે સફળ થવા દઈશું નહીં અને આ માટે સરકાર કટિબદ્ધ બની હોવાનો સ્વીકાર કર્યો હતો.
અને એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય માં સામાજિક સમરસતા વિકસે તે માટે લોકો અમારી સાથે છે
અમારી સરકાર દલિતો ની પડખે છે. અને દલિત સમાજ ને જ્યાં જરૂર હશે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત આપી શુ . એટલું જ નહીં આ ઘટનાક્રમ બાદ જ્યાં જ્યાં ઘટનાઓ બની છે તેવા સ્થળો ઉપર અને ગામ માં મિટિંગો કરી સમરસતા નું વાતાવરણ જળવાય તે માટે પોલીસ અધિકારી ઓ દ્વારા ગામડા ની મુલાકાત લેવા માટે આદેશ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં જે જે જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ બની છે ત્યાં ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો જણાવ્યું હતું.
આ સાથે નાગરિકોને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રજા ને ઉશ્કેરવા અને સામાજિક વાતાવરણ ન બગડે તે માટે પ્રજા ને અપીલ કરીએ છીએ કે આવા તત્વો ને તમે ખુલ્લા કરો .અમે એવા તત્વો ને સફળ નહીં થવા દઈએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ તબક્કે પશ્ચિમ બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે આ ઘટના નિંદનીય અને આ અત્યન્ત વખોડવા લાયક છે .મમતા દીદી પોતાનો પરાજય જોઈ ને ત્યાંના ગુંડા ઓ દ્વારા ભાજપના નેતાઓ ઉપર હુમલો કરાવ્યો હોવાનું જણાવ્યું હતું.


Advertisement