નાનામવા સર્કલ-કેકેવી ચોકનો ટ્રાફીક આવતીકાલ રાતથી શુક્રવાર સવાર સુધી બંધ

15 May 2019 06:05 PM
Rajkot
  • નાનામવા સર્કલ-કેકેવી ચોકનો ટ્રાફીક
આવતીકાલ રાતથી શુક્રવાર સવાર સુધી બંધ

Advertisement

રાજકોટ તા.1પ
રાજકોટ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોટર વર્કસની કામગીરી માટે 911 એમ.એમ.ડાયા પાઈપ લાઈન 150 ફૂટ રીંગ રોડ ઉપર અમીન માર્ગ થી ગીરીરાજ હોસ્પિટલ તરફ પાઈપ લાઈન ક્રોસીંગ કરવાની કામગીરી અંતર્ગત નાનામવા સર્કલ થી કે.કે.વી. ચોક તરફનો ટ્રાફિક તા. 16-05-2019 ના રાત્રીના 10-00 કલાક થી તા. 17-05-2019 ના સવારના 10-00 કલાક સુધ ી બંધ રાખવાનો રહેશે. જે દરમ્યાન આ ટ્રાફિક નાનામવા સર્કલ થી બંને તરફ ડાયવર્ટ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.


Advertisement