શેરબજારમાં જોરદાર વધઘટ: સેન્સેકસમાં 116 પોઈન્ટનો સુધારો

15 May 2019 05:39 PM
Rajkot
  • શેરબજારમાં જોરદાર વધઘટ: સેન્સેકસમાં 116 પોઈન્ટનો સુધારો

Advertisement

રાજકોટ તા.15
મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટ-અફડાતફડી વચ્ચે સુધારાનું વલણ હતું. અમુક હેવીવેઈટ શેરોમાં તેજીની હુંફે સેન્સેકસ 116 પોઈન્ટનો સુધારો સૂચવતો હતો.
શેરબજારમાં આજે માનસ સાવચેતીનું હતું. નવા લેણમાં રસ ઓછો હતો. વિશ્ર્વબજારોની તેજીની અસરથી વેચાણ કાપણી આવતા કેટલાક હેવીવેઈટ શેરો વધ્યા હતા. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ચોમાસા વિશે વિરોધાભાસી આગાહી, અર્થતંત્રની ચિંતા, વિદેશી સંસ્થાઓની વેચવાલી તથા ચૂંટણી પરિણામો વિશે શંકાકુશંકાથી માનસ ખરડાયેલુ છે.
શેરબજારમાં આજે રીલાયન્સ, એચડીએફસી બેંક ઉપરાંત સ્પાઈસ જેટ, ટીટીકે પ્રેસ્ટીસ, એસઆરએફ, સદભાવ,હેરીટેજ ફુડ, ડીસીએમ શ્રીરામ વગેરેમાં સુધારો હતો. વકરાંગી, ટાટા મોટર્સ, ઈન્ડીયન બેંક, ડીશ ટીવી, સુઝલોન આઈડીયા, યશ બેંક, ડેલ્ટામાં ગાબડા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 116 પોઈન્ટના સુધારાથી 37435 હતો. જે ઉંચામાં 37559 તથા નીચામાં 37268 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 29 પોઈન્ટ વધીને 11251 હતો જે ઉંચામાં 11286 તથા નીચામાં 11199 હતો.


Advertisement