ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતી 5 ઈકો કાર ડીટેઈન કરાઈ

15 May 2019 05:38 PM
Rajkot
  • ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતી 5 ઈકો કાર ડીટેઈન કરાઈ

આરટીઓની રાજકોટ સિકયુરીટી ટીમ અને વાંકાનેર પોલીસની કામગીરી

Advertisement

રાજકોટ તા.15
આર.ટી.ઓ રાજકોટની સિકયોરીટી ટીમ અને વાંકાનેર પોલીસ સંયુકત રીતે ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતી 5 ઈકોકાર ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર શહેર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએથી અનઅધિકૃત રીતે મુસાફરોની હેરાફેરી કરતાં વાહન ચાલકો સામે રાજકોટ આરટીઓની સિકયુરીટી ટીમ અને વાંકાનેર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી.
આ કામગીરી દરમ્યાન 5 ઈકોકાર ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું આરટીઓ વિજીલન્સનાં ઈન્સ્પેકટર પી.સી.રાણાએ જણાવ્યું હતું.


Advertisement