કપડાનો વેપારી યુવાન દુકાનમાં જ સળગ્યો

15 May 2019 05:35 PM
Surendaranagar
  • કપડાનો વેપારી યુવાન દુકાનમાં જ સળગ્યો
  • કપડાનો વેપારી યુવાન દુકાનમાં જ સળગ્યો

સુરેન્દ્રનગરનો બનાવ: આદિનાથ સિલેકશનનો સંચાલકે દુકાન બંધ કરીને સળગ્યો; મોત દુકાનમાં પણ આગ

Advertisement

સુરેન્દ્રનગર તા.15

સુરેન્દ્રનગરમાં જવાહર ચોક નજીક વણીક વેપારી આજે બપોરે પોતાની જ દુકાનમાં સળગી ઉઠયો હતો. આસપાસના લોકો- દુકાનદારો તાબડતોડ સળગતી હાલતમાં તેને બચાવવા દોડી ગયા હતા. વેપારીની દુકાન પણ આગમાં સળગી ગઈ હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમીક માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરમાં જવાહર ચોક નજીક આદીનાથ સિલેકશન નામે રેડીમેઈડ કપડાની દુકાન ધરાવતો ગૌરાંગ નામના વણીક યુવાન આજે બપોરે પોતાની દુકાનની અંદર જ સળગ્યો હતો.
દુકાન અંદરથી બંધ કરીને શરીરે દિવાસળી ચાંપી દીધી હતી. દુકાનમાંથી આગ-ધુમાડાના ગોટા દેખાવા લાગતા આસપાસના વેપારીઓ ધસી ગયા હતા અને દુકાનનું શટણ ઉંચકાવતા યુવક સળગતી હાલતમાં માલુમ પડયો હતો. તાત્કાલીક આગ બુઝાવવાનો પ્રયાસ કરીને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.
વેપારી યુવાન દુકાનની અંદર જ સળગ્યો હોવાથી કાપડની દુકાનમાં પણ આગ પ્રસરી હતી અને કપડા સહીતના સામાન બળીને ખાક થયો હતો.
બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ પણ પહોંચી ગઈ હતી. પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
પ્રાથમીક માહિતી પ્રમાણે પારિવારિક સમસ્યાને કારણે યુવક સળગ્યો હતો. હાલ તુર્ત તેની હાલત ગંભીર છે. તેના નિવેદન બાદ સાચુ કારણ બહાર આવશે.


Advertisement