રાજયમાં 16 લાખના ખાતર કૌભાંડમાં કોઇ તથ્ય નથી : કોંગ્રેસનું નર્યુ નાટક : કૃષિ પ્રધાન આર.સી.ફળદુ

15 May 2019 05:24 PM
Ahmedabad

બધી થેલીઓમાં વજન ઓછુ નથી ભેજના કારણે અમુક થેલીઓમાં વજન ઓછુ : જીએફએસસીમાં ગોલમાલ નહી

Advertisement

ફરાજ્યમાં ખાતર ની બેગ માં ઓછું ખાતર મળવાની ફરિયાદ મામલે કોંગ્રેસ આક્રમક બની છે ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં કથિત ખાતર કૌભાંડમાં મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઘનિષ્ઠ ચર્ચા કરવામાં આવી હતી એટલું જ નહીં આ મામલે સરકાર ગંભીર બની છે ત્યારે કેટલાક નિર્ણયો પણ કરવામાં આવ્યા હતા.
કૃષિપ્રધાન આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ ઘટનાથી એવો નિર્ણય કર્યો છે કે હવે પછી 50 કિલોગ્રામ વાળી ખાતરની બેગમાં 120 ગ્રામ વધુ ખાતર આપવામાં આવશે. જોકે જ્યા ઓછું વજન આવ્યું હોવાની ફરિયાદ છે તેવા ખાતર ની કિંમત 16 લાખ રૂપિયા જ થાય છે તેવી સ્પષ્ટતા પણ કરી હતી આ તબક્કે કોંગ્રેસને આડે હાથ લેતા આર.સી.ફળદુ કે જણાવ્યું હતું કે વિપક્ષી કોંગ્રેસને બોલવાનો કોઈ હક્ક જ નથી કારણકે તે ખોટા મુદ્દા ઊભા કરીને નાગરિકોને ભ્રમિત કરે છે એટલું જ નહીં જેણે જેણે કૌભાંડ કર્યું છે તેવા કૌભાંડીઓને જ આ કૌભાંડ થયું હોવાનું દેખાઈ રહ્યું છે હકીકતમાં તો ખાતર નામાવલી કોઈ કૌભાંડ થયું જ નથી અને જે વજન ઓછું થયું છે તે ભેજના કારણે થયું હોવાનું સ્પષ્ટતા કરી હતી.
તો બીજી તરફ પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ તુવેર કાંડ અને મગફળી અંગે મીડિયા સમક્ષ પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે ગુણી માં હલકી તુવેર આવી તી એ ખેડૂતો ની નહિ પણ વેપારી ઓ ની હતી કેશોદ માર્કેટિંગ યાર્ડ માં તુવેર નું કૌભાંડ સામે અવ્યા બાદ સરકાર દ્વારા 8 લોકો ની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ ખેડૂતો ને મુશ્કેલી ઉભી થાય તેવા પ્રયત્નો કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ સરકારના વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કેવારે વરે કૌભાંડ નું નામ આપી 22,685 તુવેર ની બોરી ઓ ચકાસણી કરવામાં આવી છે. આજે પણ કોઈ જગ્યા એ ખેડૂતો નું પેમેન્ટ બાકી નથી તેવી સ્પષ્ટતા કરી હતી.
આ તબક્કે તેમણે કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસ મીડિયા ને સાથે રાખી ને રાજકીય આંદોલન કરતા હોય તે વો ખોટો દેખાવ કરે છે. પરંતુ અમારી સરકારના આયોજન બદ્ધ વહીવટ ના કારણે તુવેર,ચણા જે કોઈ હોય તે ટેકા ના ભાવે ખરીદવા નું કામ સારી રીતે ચાલી રહ્યું છે.
આ ઉપરાંત ખાતર મુદ્દે બંને મંત્રીઓએ નિવેદન કરતા જણાવ્યું હતું કે છેલ્લા આ અઠવાડિયામાં રાજ્ય માં ખાતર જ્યાં ઉત્પાદન થાય છે તે ભારત સરકાર ના નિયમન હેઠળ છે.57 વર્ષ થી ખાતર પેદા કરતી લતરભ કમ્પની રાજ્ય માં જુદા જુદા સેકટર માં ખાતર પહોંચાડે છે .57 વર્ષ થી ચલાવતી કંપનીસામે કોઈ ફરિયાદ આવી નથી તેવી સ્પષ્ટતા કરી હતી.
કોંગ્રેસ ના લોકો ખેડૂતો ના કામ માં રોડા નાખી રહી છે. ખાતર ની આખી પ્રક્રિયા ખોરંભે નાખી દીધી છે .તેવો આક્ષેપ પણ કર્યો હતો.


Advertisement