ચૂંટણીની મોસમમાં સરકારી ખર્ચ ઓછો થતાં બેન્કીંગ સીસ્ટમમાં નાણાંકીય કટોકટી

15 May 2019 05:00 PM
India
Advertisement

મુંબઈ તા.15
લોકસભાની ચૂંટણીના લાંબા દોરમાં સરકારી ખર્ચમાં ઘટાડો થતા બેન્કીંગ સીસ્ટમને કેશની શોર્ટેજ નડી રહી છે. ગત વર્ષે બેંકો પાસે રૂા.15,857 કરોડની પુરાંત હતી એ સામે આ વર્ષે રૂા.40,859 કરોડની ખાધ નડી રહી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ચીફ ઈકોનોમીસ્ટ સૌમ્ય ક્રાંતિ ઘોષના જણાવ્યા મુજબ એપ્રિલથી સરકારી ખર્ચ લગભગ અટકી પડયો છે. આ કારણે પ્રવાહીતાની ખાધમાં વધારો થયો છે.
પ્રવાહિતતા લગભગ થંભી જતાં બેંકે વ્યાજ ઘટાડાનો લાભ ગ્રાહકોન નહીં આપે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ ગત બે સમીતીમાં બેંચમાર્ક વ્યાજદર ઘટાડી મંદ પડેલા અર્થતંત્રને વેગ આપવ પ્રયાસ કર્યો હતો, પણ પ્રવાહીતતાની કપરી સ્થિતિના કારણે બેંકો વ્યાજદર ઘટાડતી નથી.
કોટક મહીન્દ્રા બેંકના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઉપાસના ભારદ્વાજે જણાવ્યું હતું કે એપ્રિલમાં હાલની લિકિવડીટીની કટોકટી અભૂતપૂર્વ છે. સરકારીખર્ચના અભાવે દેશની બેન્કીંગ સીસ્ટમમાં ખાધ સર્જાઈ છે. આગામી બે સપ્તાહમાં પ્રવાહીતતાની કટોકટી વધુ ગંભીર થશે. જીએસટી વસુલાતમાંથી રિફંડ અને ઓકશનમાંથી પૈસા બહાર જતાં સ્થિર ગંભીર બનશે.એપ્રિલમાં પ્રવાહીતતાની ખાધ રૂા.1.49 લાખ કરોડ હતી એ સામે હાલની પરિસ્થિતિ કંઈક અંશે હળવી છે.


Advertisement