મમતાની માફી નહી માંગુ: સુપ્રીમમાં મારો કેસ લડીશ: પ્રિયંકા શર્મા અડગ

15 May 2019 04:59 PM
India
  • મમતાની માફી નહી માંગુ: સુપ્રીમમાં મારો કેસ લડીશ: પ્રિયંકા શર્મા અડગ

મમતાનું ‘મીમ’ બનાવનાર પ.બંગાળ ભાજપના મહિલા નેતાનો સુપ્રીમના આદેશથી જેલમાંથી છુટકારો

Advertisement

કોલકતા: પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ‘મીમ’ શેર કરીને પાંચ દિવસ જેલમાં વિતાવનાર પ.બંગાળ ભાજપ યુવા મોરચાના અગ્રણી પ્રિયંકા શર્માએ આજે જેલમાંથી છુટયા બાદ પણ પોતે કઈ ખોટું કર્યુ નથી તેવો મજબૂત સૂર વ્યક્ત કરતા મમતા બેનરજીની માફી નહી માંગે તેવું જાહેર કર્યુ હતું. મમતાનું ‘મીમ’ બનાવી પ.બંગાળ સરકારની ખફાનો ભોગ બનનાર તથા પાંચ દિવસ જેલમાં વીતાવનાર પ્રિયંકા શર્માનો સુપ્રીમના આદેશથી છુટકારો થયો હતો. સુપ્રીમે કાલે જ પ્રિયંકાને જેલ મુક્ત કરવા આદેશ આપ્યો પણ તેમાં પણ પ.બંગાળ સરકારે વિરોધ કરતા આજે સર્વોચ્ચ અદાલતે મમતા સરકારની આકરી ટીકાકરી હતી. અગાઉ સર્વોચ્ચ અદાલતે તેને મમતાની માફી માંગવાની શરતે જેલમાંથી મુક્ત કરવા આદેશ આપ્યો. પ્રિયંકાએ કહ્યું કે પોલીસે બળજબરીથી માફીનામા પર સહી કરાવી છે પણ હું મમતાની માફી નહી માગું. હું સુપ્રીમના આદેશનો અનાદર કરવા માંગતી નથી પણ હું મારો કેમ મજબૂતાઈથી લડીશ. હવે આ કેસની જુલાઈમાં સુનાવણી થશે. પ્રિયંકાએ મુકયો કે જેલમાં પણ તેની સાથે દુવ્યવહાર થયો હતો.


Advertisement