ચીન સામેના વેપાર યુદ્ધમાં ટ્રમ્પ લડી લેવાના મૂડમાં : રમકડાં, ફોન સહીત કોઈ વસ્તુ નહીં છોડે

15 May 2019 04:54 PM
India
  • ચીન સામેના વેપાર યુદ્ધમાં ટ્રમ્પ લડી લેવાના 
મૂડમાં : રમકડાં, ફોન સહીત કોઈ વસ્તુ નહીં છોડે

300 અબજ ડોલરની આયાત મોંઘી બનશે

Advertisement

વોશિંગ્ટન તા.15
ટ્રમ્પ વહીવટીતંત્ર વેપાર યુદ્ધમાં હવે ગ્રાહકોને બચાવશે નહી. અત્યાર સુધી અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ચીનની થતી 250 અબજ ડોલરની આયાત પર વધારેલી ટેરીફથી બીઝનેસીસ દ્વારા ખરીદાતી ઈન્ટરમીનીયરી અને કેપીટલ ગુડસને અસર થઈ હતી, સરેરાશ અમેરિકનને નહીં.
પરંતુ, ટ્રમ્પે હવે ચીનની આયાત થતી દરેક પ્રોડકટ અથવા 300 અબજ ડોલરના માલસામાન પર વધારાનો ટેકસ નાખવાની ધમકી આપી છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિએ 4000 પ્રોડકટ કેટેગરીની ચીજો પર 25% ડયુટી લેવાની યાદી રજુ કરી હતી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફ લાદવી કે નહીં તેનો નિર્ણય કર્યો નથી, પણ વહીવટીતંત્રે એના અમલની તૈયારી શરુ કરી દીધી છે. લિસ્ટમાં દવાઓ, દવાઓના કાચા માલ, પસંદગીની મેડીકલ ગુડસ, રેર અર્થ મટીરીયલ્સ અને ચાવીરૂપ ખનીજોને બાકાત રખાશે, પણ રમકડાં જૂતાં કોફી મેકર્સ અને ઘડીયાળો, સ્માર્ટફોન, ફોટોકોપીઅર્સને આવરી લેવાશે. એ ઉપરાંત વિડીયો ગેમ્સ કોનસોલ્સ બંદૂકો, ફટાકડાં, બેકગેઓન, ક્રિસમસ ડેકોરેશન, પ્રેકટીકસ જોક ટોયસ, ફર અને ફજીરને સબકા મેરી ગો રાઉન્ડસ પર ટેરીફ લેવાય તેવી શકયતા છે.


Advertisement