શનિવાર સુધી હવામાન હજુ અસ્થિર રહેશે: એકાદ-બે દિ’ ગાજવીજ તથા પવન ફુંકાશે

15 May 2019 04:51 PM
Gujarat
  • શનિવાર સુધી હવામાન હજુ અસ્થિર રહેશે: એકાદ-બે દિ’ ગાજવીજ તથા પવન ફુંકાશે

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: 20મી સુધી તાપમાન નોર્મલ પછી 2-3 ડીગ્રી વધશે

Advertisement

રાજકોટ તા.15
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજુ 18મી સુધી અસ્થિર હવામાન જ રહેશે અને તે દરમ્યાન એકાદ-બે દિવસ ગાજવીજ અને પવન ફુંકાવાની શકયતા છે ત્યારબાદ 21મીથી તાપમાનનો પારો ઉંચકાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન મોટાભાગે નોર્મલ જ રહ્યું છે. અમદાવાદમાં 41.5 ડીગ્રી, અમરેલીમાં 40.4 ડીગ્રી, રાજલકોટમાં 40.7 ડીગ્રી હતું તે નોર્મલ આસપાસ જ હતું. માત્ર ભુજનું 36.4 ડીગ્રી તાપમાન નોર્મલ કરતા ત્રણ ડીગ્રી નીચુ હતું. અગાઉ કરતા સાંજના સમયે ભેજનું પ્રમાણ વધી ગયું છે એટલે તાપમાન નોર્મલ હોવા છતાં સાંજે બફારો વધ્યો છે.
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની બે સીસ્ટમ છે. એક 3.1 કી.મી.ની ઉંચાઈએ ઈરાન-પાકીસ્તાન બોર્ડર પર અમે બીજુ 5.8 કીમીની ઉંચાઈએ અફઘાનીસ્તાન-પાકીસ્તાન પર છે.
તેઓએ 15થી22મી મે સુધીની આગાહી કરતા જણાવ્યું હતું કે 18મી સુધી વાતાવરણ હજુ અસ્થિર જ બની રહેવાની શકયતા છે અમે તે દરમ્યાન એકાદ-બે દિવસ ગાજવીજ સાથે પવન ફુંકાવાની તથા હળવા છાંયાછુટીની શકયતા છે. પવનનું જોર પણ વધુ રહેશે. 18મી સુધી અસ્થિર હવામાન વચ્ચે 20મીમેને સોમવાર સુધી તાપમાન નોર્મલ જ રહેવાની શકયતા છે. ત્યારબાદ 21મીથી ગુજરાતના જીલ્લાઓ તથા અમરેલી, સુરેન્દ્રનગર જેવા પૂર્વીય સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં તાપમાનનો પારો બે-ત્રણ ડીગ્રી વધી જવાની શકયતા છે.
પવન હાલ પશ્ર્ચીમી છે તે 17મીથી પશ્ર્ચીમ-ઉતર-પશ્ર્ચીમી થશે. 18મી સુધી ઉપલા લેવલની અસ્થિરતા રહેવાની શકયતા છે.


Advertisement