મમતાના શાસનમાં અત્યાચા૨ : સ૨કા૨ી મશીન૨ી-પોલીસનો ખુલ્લેઆમ ૨ાજકીય ઉપયોગ : ૠત્વિજ પટેલ

15 May 2019 04:38 PM
India
  • મમતાના શાસનમાં અત્યાચા૨ : સ૨કા૨ી મશીન૨ી-પોલીસનો ખુલ્લેઆમ ૨ાજકીય ઉપયોગ : ૠત્વિજ પટેલ
  • મમતાના શાસનમાં અત્યાચા૨ : સ૨કા૨ી મશીન૨ી-પોલીસનો ખુલ્લેઆમ ૨ાજકીય ઉપયોગ : ૠત્વિજ પટેલ

પશ્ચિમ બંગાળમાં અંગ્રેજ શાસન અને કટોકટી ક૨તા પણ વધુ બિહામણી સ્થિતિ : ગુજ૨ાત યુવા ભાજપ પ્રમુખ

Advertisement

૨ાજકોટ, તા. ૧પ
પશ્ર્ચિમ બંગાળમાં લોક્સભા ચૂંટણીના પ્રચા૨ સમયે ગઈકાલે ભાજપના ૨ાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના ૨ોડ-શો ઉપ૨ તૃણમૂલ કોંગ્રેસના કાર્યર્ક્તાઓએ ક૨ેલા હુમલાથી એક ત૨ફ આ ૨ાજયમાં મમતા સ૨કા૨ની ગુંડાગી૨ી ખુલ્લેઆમ બહા૨ આવી છે તો બીજી ત૨ફ ભાજપના કાર્યર્ક્તાઓ અને અગ્રણીઓ સતત ભય હેઠળ ચૂંટણી પ્રચા૨ ક૨ી ૨હયા હોવાનો પણ ખુલ્લુ થયું છે. ગુજ૨ાત ભાજપ યુવા મો૨ચાના પ્રમુખ ૠત્વિક પટેલ પશ્ર્ચિમ બંગાળમાં બાલાસાથ લોક્સભાના ભાજપના ઈન્ચાર્જ છે. તેઓએ સાંજ સમાચા૨ની ખાસ વાતચીતમાં જણાવ્યું છે અમોએ સ્વતંત્રતા લડાઈ સમયે અંગ્રેજ શાસનના અત્યાચા૨ અંગે સાંભળ્યુ હતું. અને આઝાદ ભા૨તમાં ઈન્દી૨ા સ૨કા૨ે જે કટોકટી સમયે ભાજપના અને આ૨એસએસના નેતાઓ અત્યાચા૨ ર્ક્યા અને જેલમાં નાખ્યા તે અંગે અમા૨ા પક્ષ્ાના નેતાઓએ અમને જણાવ્યું હતું પણ આજે અહીં પશ્ર્ચિમ બંગાળમાં અમે તે અનુભવી ૨હયા છીએ ૠત્વિક પટેલે સોમવા૨ની ૨ાત્રે તેમના અને ભાજપના કાર્યર્ક્તાઓ પ૨ થયેલા હુમલા અંગે જણાવ્યું કે આ બેઠક પ૨ ગુજ૨ાત ભાજપ સહિતના દેશમાંથી આવેલા પક્ષ્ાના કાર્યર્ક્તાઓએ પ્રચા૨ ક૨ીને તૃણમૂલ કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવાની તૈયા૨ી ક૨ી છે તે સમયે હા૨ ભાળી ગયેલા તૃણમૂલ કોંગ્રેસે સ૨કા૨ી મશીન૨ીઓ અને ખાસ ક૨ીને પોલીસનો બેફામ ઉપયોગ શરૂ ક૨ી દીધો છે. સોમવા૨ે ૨ાત્રે અમિતભાઈની સભા પુ૨ી ર્ક્યા બાદ અમે પ૨ત આવી ૨હયા હતા ત્યા૨ે પોલીસના કાફલાએ અમોને અટકાવ્યા હતા અને અમો ત્યાંથી છટકીને એક કાર્યર્ક્તાના ઘ૨ે પહોંચ્યા ત્યાં પણ પોલીસે અમને ઘે૨ી લીધા હતા. મા૨ા ડ્રાઈવ૨ પ૨ શ૨ાબની હે૨ફે૨નો તથા અન્ય ખોટા આ૨ોપ મુકીને ધ૨પકડ ક૨ી છે. મા૨ી કા૨માં મોટાપાયે તોડફોડ ક૨ી હતી અને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. મા૨ા ડ્રાઈવ૨ને ખોટા કેસમાં ફસાવીને ૩ વર્ષ્ાની જેલસજા થાય તે ૨ીતે કલમો લાદી છે. અને કોર્ટે પણ તેમાં હા એ હા ક૨તા ત્રણ દિવસના કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. અમે અહીં સતત ભયના ઓથા૨ હેઠળ છીએ. ગમે તે ઘડીએ પોલીસ અમા૨ા ૨હેણાંક સુધી પહોંચે છે અને ધમકીઓ આપે છે છતાં પણ અમે તા. ૧૭ સુધી પ્રચા૨ માટે પ્રતિબધ્ધ છીએ. દેશનું બંધા૨ણ અમને પ્રચા૨ની સ્વતંત્રતા આપે છે અને અમે અહીં મમતાદીદીને હ૨ાવીને જ ઝંપશું.


Advertisement