ગુજરાત મીડિયા ક્લબના નવા હોદેદારોની નિમણુંક : પ્રમુખપદે નિર્ણય કપુર

15 May 2019 04:37 PM
Ahmedabad Gujarat
  • ગુજરાત મીડિયા ક્લબના નવા હોદેદારોની  નિમણુંક : પ્રમુખપદે નિર્ણય કપુર

Advertisement

અમદાવાદ તા.15
અમદાવાદ સ્થિત ગુજરાત મીડિયા ક્લબના 2019-20ના નવા વર્ષના હોદેદારોની વરણી કરવામાં આવી છે. ઇન્ડિયા ટીવીના બ્યુરો ચીફ નિર્ણય કપુરની પ્રમુખપદે વરણી કરવામાં આવી છે.
ગુજરાત મીડિયા ક્લબના નવા હોદેદારોમાં નિર્ણય કપુર ઉપરાંત સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ અમીન, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ પાઠક અને નેહા અમીન, સેક્રેટરી જનરલ તરીકે ઋતમ વોરા, સંગઠન મંત્રી તરીકે કુલદીપ તિવારી, સહ મંત્રી તરીકે ભાર્ગવ પરીખ અને રીપલ ક્રિસ્ટી તથા ખજાનચી તરીકે અજિત સોલંકીનો સમાવેશ થાય છે.
આ સિવાય એક્ઝીક્યુટીવ કમિટી મેમ્બર તરીકે ગોપી મણિયાર, કિંજલ મિશ્રા, સાઘીર, સંજય પાંડે, ભુપેન્દ્ર ઠાકુર અને પરાગ દવેની વરણી કરવામાં આવી છે.
ગુજરાત મીડિયા ક્લબના વિદાય લઇ રહેલા પ્રેસિડેન્ટ દર્શન દેસાઈએ નવા હોદેદારોને અભિનંદન આપ્યા છે અને સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે. ગુજરાત મીડિયા ક્લબ અનેકવિધ પ્રવૃત્તિ કરે છે અને નવા હોદેદારોને આગામી સમયમાં પણ આ પ્રવૃતિઓ ચાલુ રાખવાની ખાતરી આપી છે.


Advertisement