દલિત અત્યાચાર, પાણી-ખાતર કૌભાંડ મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષની રણનીતિ!

15 May 2019 04:35 PM
Ahmedabad Gujarat
  • દલિત અત્યાચાર, પાણી-ખાતર કૌભાંડ મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષની રણનીતિ!

વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોની આક્રમક રણનીતિ : ફલોર પર સરકારને ઘેરી તુટી પડશે

Advertisement

ગાંધીનગર તા.15
રાજ્યમાં વધતા જતા દલિત અત્યાચાર ના મુદ્દે આગામી ચોમાસું સત્રમાં વિપક્ષી કોંગ્રેસ આક્રમક બનશે અને આ મુદ્દે સરકારને ઘેરવા તમામ પ્રયત્નો કોંગ્રેસ કરશે તેમ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું છે.
આગામી જુલાઈ મહિનામાં મળનાર ચોમાસુ સત્રમાં વર્તમાન વિજયભાઈ રૂપાણી સરકારની આકરી કસોટી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ચોમાસુ સત્રમાં પાણી, ખાતર, અને દલિત સમાજના વરઘોડાઓ ના મુદ્દે વિપક્ષી કોંગ્રેસ વર્તમાન ભાજપ સરકારને ભીંસમાં લેશે તો બીજી તરફ શાસક અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે વિધાનસભાગૃહમાં તડાફડી થવાના સંકેતો વહેતા થયા છે.
ગુજરાતમાં હાલ પાણીનું જળસંકટ સરકાર માટે વિકટ સમસ્યા બની છે .તો બીજી તરફ દલિત સમાજનો વિવિધ સમાજ દ્વારા સામાજીક બહિષ્કાર અને ઓછા વજન વાળું ખાતર નો મુદ્દો ચર્ચાના એરણે રહ્યો છે ત્યારે આગામી જુલાઈ મહિનામાં મળનાર ચોમાસુ સત્રમાં ફરી એક વખત વિજયભાઈ રૂપાણી ની સરકાર માટે આકરી કસોટી સમાન બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જુલાઈ મહિનામાં મદાર ચોમાસુ સત્રમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે અને અંદાજિત 21 દિવસ સુધી આ સત્ર ચાલશે તો બીજી તરફ નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા બજેટ સત્ર દરમિયાન નવી નીતિઓ નવી યોજનાઓ અને નાગરિકોની કલ્યાણકારી જોગવાઈઓ સાથેનું અંદાજપત્ર રજૂ કરશે આ ઉપરાંત વર્તમાન વિજયભાઈ રૂપાણી ની સરકાર માટે વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ ઘેરવાનો પ્રયાસ કરશે તો બીજી તરફ વિપક્ષી કોંગ્રેસ ના તીખા પ્રહારો અને ઘેરાવા થી બચવા માટે સરકાર પ્રયત્ન કરશે ત્યારે વિપક્ષી કોંગ્રેસના પડકારોને જીલવા ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને ધારાસભ્યોએ અત્યારથી જ વિવાદોનો બચાવ કરવા માટે રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના કારણે ગુજરાત સરકારે ગત ફેબ્રુઆરી મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે માત્ર વોટર એકાઉન્ટ રજૂ કરીને છ મહિનાના ખર્ચ માટેની જોગવાઈઓ પસાર કરી હતી પરંતુ નિયમ અનુસાર વિધાનસભાનું સત્ર દર છ મહિને બોલાવવામાં આવે છે અને જેની જોગવાઈ અનુસાર આગામી જુલાઇ મહિનામાં વિધાનસભા ચોમાસા સત્ર દરમિયાન રાજ્ય સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે અને આ માટેની તૈયારીઓ પણ નાણા વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નાણા વિભાગ દ્વારા શરૂ કરેલી બજેટની કામગીરીમાં 60થી વધુ બજેટ પ્રકાશનો તૈયાર કરવામાં આવ્યા છે અને ઓગસ્ટ 2019 થી માર્ચ 2020 સુધીના ખર્ચ માટેનું ફેરફાર કરેલું બજેટ રજૂ કરવામાં આવશે તો બીજી તરફ જુલાઈ મહિનામાં રજૂ થનારા બજેટમાં સુધારેલા અંદાજ મુજબ બજેટનું કદ 2 લાખ કરોડ પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
સાથે સાથે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ભાજપ સરકારને ઘેરવા કોંગ્રેસ દ્વારા પસ્તાળ પાડવામાં આવશે અને આ માટે વિપક્ષી કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અત્રે નોંધનીય છે કે કોંગ્રેસના રાજીવ સાતવ એ મીડિયા સમક્ષ પ્રદીપ રિયા આપતાં જણાવ્યું હતું કે આ વખતના બજેટસત્રમાં વિપક્ષી કોંગ્રેસ દ્વારા દલિત અત્યાચાર નો મુદ્દો ગૃહમાં ઉપાડવામાં આવશે જેમાં કોંગ્રેસ મુદ્દાસર રજૂઆત માગણી અને વિરોધ પ્રદર્શન કરશે તેમ જણાવ્યું હતું. ત્યારે આગામી જુલાઈ મહિનામાં મળનાર ચોમાસુ સત્ર ભારે હંગામા અને હલ્લાબોલ વાળું બને તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.


Advertisement