નાણાકીય ખેંચ હતી એટલે 36 રાફેલનો સોદો કર્યો: ગડકરી

15 May 2019 03:59 PM
India
  • નાણાકીય ખેંચ હતી એટલે 36 રાફેલનો સોદો કર્યો: ગડકરી

ભવિષ્યમાં બીજા સારા વિમાનો મળશે તો લેશું

Advertisement

નવી દિલ્હી તા.15
કેન્દ્રના પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકારની નાણાકીય ખેંચના કારણે રાફેલ વિમાનોની ખરીદી સંખ્યા 126થી ઘટાડી 36 જેટનો કરાર કરવામાં આવ્યો હતો.
એક મુલાકાતમાં ગડકરીએ સ્વીકાર્યું હતું ક ઓર્ડર ઘટાડવા પાછળ નાણાકીય કારણો જવાબદાર હતા.
ગડકરીએ જણાવ્યું હતું કે તમે કોઈપણ વસ્તુ ખયરીદ કરો ત્યારે એનો પ્રથમ તબકકો બીજો તબકકો અને ત્રીજો તબકકો હોય છે અને એ રીતે તમે આગળ વધો છો. ધારો કે 36 વિમાનો ખરીદ્યા પછી નવી ટેકનોલોજી, સસ્તા ભાવે નવા વિમાન મળે તો આપણે એ ખરીદવા મુક્ત છીએ. શા માટે આપણે રાફેલ પાસેથી ખરીદવા જોઈએ?
પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર વડાપ્રધાનના પ્રહારો વિષે ગડકરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષે હાલના વડાપ્રધાનનેચોટ ગણાવી ગાલીપ્રદાન કર્યું એની મોદીએ પ્રતિક્રિયા માગી છે. રાજકીય પ્રચારનું સ્તર ઉંચે લઈ જવાનો આ સમય છે. હું એ કોંગ્રેસ પાસેથી અપેક્ષા રાખું છું.


Advertisement