સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ : પ્રથમ મેચમાં હાલાર હિરોઝ ‘હિરો’ : કચ્છ વોરિયર્સને પરાસ્ત કરી

15 May 2019 03:28 PM
Saurashtra Sports
 • સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ : પ્રથમ મેચમાં હાલાર હિરોઝ ‘હિરો’ : કચ્છ વોરિયર્સને પરાસ્ત કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રથમ રોમાંચક ટુર્નામેન્ટનો પ્રારંભ :આક્રમક બેટીંગ અને વેધક બોલીંગ કરનાર અર્પિત વસાવડા ‘મેન ઓફ ધ મેચ’

Advertisement

રાજકોટ તા.1પ
સોરાષ્ટ્રના ક્રિકેટરસિકોએ કયારેય પણ જેની કલ્પના પણ ન્હોતી કરી તેવી ઐતિહાસિક ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસોસિએશને કરી બતાવ્યું છે.ત્યારે મંગળવારથી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો પ્રારભં થયો હતો અને પ્રથમ મેચમાં હાલાર હિરોઝની ટીમે શાનદાર પ્રદર્શન કરીને કચ્છ વોરિયર્સને 24 રને પ્રીમિયર લીગમાં જીત સાથ પ્રારંભ કર્યો હતો.
હાલાર હિરોઝના સુકાની અર્પિત વસાવડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરના અંતે 7 વિકેટના ભોગે 147 રન ફટકાર્યા હતા. જેમાં સૌથી યોગદાન ખુદ સુકાની અર્પિત વસાવડા નું રહ્યું હતુંમ અર્પિત વસાવડાએ 38 બોલમાં બે ચોક્કા અને બે છક્કા સાથે 44 રન ફટકાર્યા હતા. જયારે એજાજ કોઠારીયાએ 29 અને વિશ્વરાજ જાડેજાએ 35 રન ફટકાર્યા હતા.જોકે પાછળના ક્રમના બેટધરો ખાસ રન બનાવી ન શકતા હાલાર હિરોઝની ટીમે 20 ઓવરના નાતે 147 રન કર્યા હતા.
કચ્છ વોરિયર્સ તરફથી પાર્થ ભૂતે 24 રનમાં 4 વિકેટ અને સુરેશ પાડયાચીએ 26 રનમાં 2 વિકેટ ઝડપી હતી જયારે જયદેવ ઉનડકટે 20 રનમાં 1 વિકેટ ઝડપી હતી.
જવાબમાં કચ્છ વોરિયર્સની ટીમે શાનદાર પ્રારંભ કર્યો હતો. આવી બારોટ અને સ્નેલ પટેલની જોડીએ પ્રથમ 6 ઓવરરમાં સ્કોરને 50ને પર કરાવી દેતા મેચ 15 ઓવરમાં પતિ જશે તેવું લાગતું હતું પણ એવા સમયે સુકાની અર્પિત વસાવડા ખુદ બોલિંગમાં આવ્યા બાજુ બાજી પલટાઈ હતી અને તેને બોલમાં બે વિકેટ ઝડપી લેતા કચ્છ વોરિયર્સ દબાવમાં આવી ગયું હતું.વસાવડાએ પ્રથમ આવી બારોટને 35રને પેવિલિયનમાં વળાવ્યા બાદ સ્નેલ પટેલને એજ સ્કોર પર લેગ બીફોર કરી દેતા કચ્છ વોરિયર્સની 68 રને બે વિકેટ પડી ગઈ હતી.અર્પિત વસાવડાની કરીલ બોલિંગ થી બેટ્સમેનો છૂટ ન લઇ શક્ય અને 20 ઓવરના અંતે 7 વિકેટના ભોગે માત્ર 123 રન જ કરી સકતા હાલાર હિરોઝનો 24 રને વિજય થયો હતો. અર્પિત વસાવડાએ 4 ઓવરમાં માત્ર 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપીને પોતાની ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને મેન ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યા હતા.
આ પેહેલા સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોને સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ટૂર્નામેન્ટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકવામાંઆવી હતી અને એસપીએલ ટ્રોફીનું અનાવરણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પાટનગર રહ્યું છે અને અહીં સૌરાષ્ટ્રના રણજી અને દુલીપના નામથી જ બે મુખ્ય ટ્રોફી રમાડવામાં આવે છે.આજે પણ ભારતની ટીમમાં ચેતેશ્વર પુજારા,રવિન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓ મોજુદ છે અને મને આશા છે કે ટુર્નામેન્ટથી સૌરાષ્ટ્રના અનેક ક્રિકેટરોને નવી તક મળશે અને આ એક
ક્રિકેટનું શ્રેષ્ઠ મોડેલ સાબિત થશે એવી મને આશા છે.
બીસીસીઆઈના પૂર્વ સચિવ નિરંજન શાહે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું આયોજન પેહેલી વખત થયું છે પણ મને આશા છે કે આ એક શાનદાર ટુર્નામેન્ટ રહેશે અને સૌરાષ્ટ્રના અનેક ક્રિકેટરોને એક મોટી તક મળશે અને મને આશા છે કે ભવિષ્યમાં સૌરાષ્ટ્રના ક્રિકેટરો આઇપીએલમાં પણ રમતા થશે.
સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગના ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય જયદેવ શાહે જણાવ્યું હતું અમે ટૂંકા ગાળામાં આયોજન કર્યું છે પણ એક આંતરરાષ્ટ્રીય લેવલ પર અમે આ ટુર્નામેન્ટને લઇ ગયા છીએ અને અમને આશા છે કે દર વર્ષે આ ટુર્નામેન્ટ વધુને વધુ રોચક બની રહે. ઉદ્ઘાટન સમારોહની સાથે સાથે આ પછી આતશબાજી, ડી.જે. સહિતની ધૂમધામ બાદ હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ થયો હતો.
ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજકોટના મેયર બીનાબેન આચાર્ય,સાંસદ મોહનભાઇ કુંડારીયા,ધારા સભ્યો, તેમજ પાંચેય ટીમના માલિકો અને તેમના સુકાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
એસપીએલનું આયોજન જોઈ ઘણા લોકોને ટીમ લેવાની ઈચ્છા થઈ
આ તો આઈપીએલ જેવો જ માહોલ છે, સૌરાષ્ટ્ર માટે બેસ્ટ પ્લેટફોર્મ: આમંત્રિતો-મહેમાનોનો મત
રાજકોટ તા.1પ
ગઈકાલે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો ધમાકેદાર પ્રારંભ થયો હતો જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ ટુર્નામેન્ટને ખુલ્લી મુકાઈ હતી.મુખ્યમંત્રી રૂપાણી સાથે અંજલીબેન રૂપાણી, ઋષભ, સાંસદ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ, લાખાભાઈ, કેબીનેટ મંત્રી જવાહરભાઈ, જુનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન તરફથી નિરંજનભાઈ શાહ, જયદેવ શાહ, ભુપતભાઈ તલાટીયા, નીતિન રાયચુરા, અર્જુનસિંહ રાણા તથા કરણભાઈ શાહે સૌને આવકાર્યા હતા.

Advertisement