પતિના ત્રાસથી કંટાળી પત્નીએ માથાના દુખાવાની 24 ગોળી ખાધી

15 May 2019 03:17 PM
Jamnagar
Advertisement

જામનગર તા.15
જામનગરના દિગ્વીજય પ્લોટ નજીક રહેતાં એક પરિવાર જેમાં આ કામના ફરિયાદીનો પતી અવાર નવાર દારૂપી ને આવતાં પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળી પત્ની પિયર જતી રહી હતી પરંતુ તેના પતિએ પિયરમાં જઈ ઘરે પાછા ફરવાનું કહેતા માનસિક ત્રાસથી કંટાળેલી પત્નીએ માથાના દુખાવાની 24 ગોળી ખાતાં ઉલ્ટીઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ ખાતે રહેતાં વિપુલભાઈ નાથાભાઈ મકવાણા કે જેઓ અવાર નવાર દારૂ પી ને ઘરે આવતા અને પોતાની પત્ની પુનમબેન કે જેઓ ગણેશફળી હરીજનવાસમાં ઘરકામ કરતા હતા તેમને માનસિક દુ:ખ અને ત્રાસ આપતો હોવાથી તેની પત્ની કંટાળીને પોતાના માવતરે રીસામણે જતી રહી હોવાથી આરોપીએ તેણીને કહ્યું કે તું મારા ઘરે પાછી ચલ અને પુનમબેને ના પડતા પતિએ ઉશ્કેરાઈ ગાળો કાઢી હતી. જેના કારણે પતિના માનસિક ત્રાસથી કંટાળીને પત્નીએ માથાના દુખાવાની 24 ગોળીઓ ખાઈ લેતા ઉલ્ટી થવાના લીધે હાલ તેઓને સારવારમાં દાખલ કરતા પત્નીએ પતી વિરુધ પોલીસ સ્ટેશનમાં દરિયાદ નોંધાવી છે.


Advertisement