જામનગરમાં રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અખાડો ઝડપાયો

15 May 2019 03:17 PM
Jamnagar
  • જામનગરમાં રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અખાડો ઝડપાયો

ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસે દરોડો પાડ્યો : પાસા ફેકી જુગાર રમતા 11 શખ્સો પકડાયા : રૂા.97,450 નો મુદ્દામાલ કબ્જે કરાયો : જુગારના સંચાલક સહિત ત્રણ શખ્સો નાશી છુટ્યા

Advertisement

જામનગર તા. 15 :
જામનગરમાં રહેણાંક મકાનમાં ઘોડીપાસાના જુગારના ચાલતા અખાડા ઉપર પોલીસે દરોડો પાડી 11 ઇસમોને રૂા. 97,450 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે ત્રણ શખ્સો નાશી છુટ્યા હતાં.
આ અંગેની વિગત એવી છે કે, જામનગરમાં સાતનાળા આગળ ત્રણ માળીયા આવાસની સામે રહેતો કિશોર માવજી મકવાણા નામનો શખ્સ પોતાના મકાનમાં તેના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી સીટી સી ડીવીઝન પોલીસને મળી હતી.
આ બાતમીને આધારે પોલીસે ગઇરાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા વખતે ઘોડીપાસાનો જુગાર રમતા 11 શખ્સો પકડાઇ જતાં પોલીસે તેની પાસેથી 7 મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂા. 97,450 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જુગાર રમતા પકડાયેલ શખ્સમાં આમદભાઇ ઓશમાણભાઇ ખફી જાતે સુમરા ઉવ.50 ધંધો. મજુરી રહે. વામ્બે આવાસ રોડ રશીકભાઇ રેતીના સટ્ટાવાળાની બાજુમાં ઝુપડપટ્ટીમાં જામનગર, જંયતીભાઇ હરીભાઇ નંદા જાતે હાલારી ભાનુશાળી ઉવ.61 ધંધો. વેપાર રહે. પવનચક્કી જીલ્લા પંચાયત ક્વાર્ટર પાછળ જામનગર, અલ્લારખા હાજીભાઇ બાબવાણી જાતે સુમરા ઉવ.52 ધંધો ડ્રાઇવિંગ રહે. ધરારનગર-2 ન્યુ આવાસ કોલોની બ્લોક નં-11 રૂમ નં-16 જામનગર, બસીરભાઇ અબાસભાઇ બાબવાણી જાતે સુમરા ઉવ.32 ધંધો રી.ડ્રા રહે. શંકરટેકરી પાંણીના ટાંકાની બાજુમાં રોશની પ્રોવીઝન સ્ટોરની બાજુમાં જામનગર,અલ્તાફભાઇ ગફારભાઇ હેરંજા જાતે મુસ્લીમ પીંજારા ઉવ.55 ધંધો ડ્રાઇવિંગ રહે. ચુનાના ભઠ્ઠા પાસે બાઇની વાડી ઢોલીયા પીરની દરગાહ પાસે જામનગર, હાર્દીકભાઇ કાંતીલાલ જોષી જાતે બ્રાહ્મણ ઉવ.29 ધંધો ડ્રાઇવિંગ રહે. વૃલનમીલ ચાલી પાછળ આનંદ કોલોની જામનગર, ધર્મેશભાઇ મગનલાલ જોઇશર જાતે હાલારી ભાનુશાળી ઉવ.40 ધંધો ટાઇપીસ કામ રહે. દિ.પ્લોટ શેરી નં-52 ખળપીઠ પાસે વારાઇ સ્કુલની બાજુમાં જામનગર, વિનોદભાઇ દામજીભાઇ મંગે જાતે કચ્છી ભાનુશાળી ઉવ.35 ધંધો વેપાર રહે. આશાપુરા સોસાયટી હિંગળાજ ચોક દિ.પ્લોટ 58 જી-1 ગ્રાઉન્ડ ફ્લોર ઓડેસર એપાર્ટમેન્ટ જામનગર, નવીનભાઇ મેઘરાજભાઇ આહુજા જાતે સીંધી ઉવ.27 ધંધો બકાલાની રેકડી રહે. રાજપાર્ક ગુલાબનગર રોડ રીલાયન્સ પંપની પાછળ જામનગર, ધનરાજભાઇ રાદેવભાઇ વિજાણી જાતે ચારણ ઉવ.38 ધંધો રી.ડ્રા. રહે. દરેડ એફ.સી.આઇ ગોડાઉન પાછળ ઝુપડામાં જામનગર, વિનોદભાઇ ટેકચંદભાઇ રામનાણી જાતે સીંધી લુહાણા ઉવ.40 ધંધો વેપાર રહે. દિ.પ્લોટ 64 જોલી બંગલા આશાપુરા કૃપા જામનગરનો સમાવેશ થાય છે. જયારે લાખાભાઇ ઉર્ફે લાખો દલુભાઇ ધારાણી જાતે ગઢવી રહે. યાદવનગર પાછળ મહાદેવનગર શામરાભાઇની દુકાનની બાજુમાં જામનગર, ઇકબાલ પુંજાભાઇ ખફી રહે.શંકરટેકરી જામનગર અને કીશોરભાઇ માવજીભાઇ મકવાણા રહે. મહાદેવનગર લક્ષ્મીનગર ત્રણ માળીયા આવાસની સામે જામનગર વાળા ઇસમો ફરાર થઇ ગયા હતાં. આ પૈકી કિશોર માવજી મકવાણા આ જુગારના અખાડાનો સંચાલક હોવાનું પોલીસમાં જાહેર થયું છે.


Advertisement