18,354 લોકોએ રીબેટ યોજનાનો લાભ લઇ રૂા. 8.34 કરોડનો મિલ્કત વેરો ભર્યો

15 May 2019 03:15 PM
Jamnagar
  • 18,354 લોકોએ રીબેટ યોજનાનો લાભ લઇ રૂા. 8.34 કરોડનો મિલ્કત વેરો ભર્યો

જામનગર મહાનગરપાલિકાએ જાહેર કરેલી ખાસ વળતર યોજના હેઠળ ચાલુ નાણાંકીય વર્ષનો વેરો 31 મે સુધીમાં ભરપાઇ કરનાર કરદાતાને અપાશે 10 ટકા ની રાહત

Advertisement

જામનગર તા. 15 :
જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી વેરા રાહત યોજના (રીબેટ યોજના) હેઠળ શહેરના 18,354 આસામીઓએ લાભ લઇ એડવાન્સ વેરો ભરતા મહાનગરપાલિકાને રૂા. 8.34 કરોડની આવક મિલ્કતવેરા પેટે થઇ છે.
જામનગર મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષ 2019-20 નો વેરો એડવાન્સ ભરી આપે તેવા કરદાતાઓ માટે ખાસ વળતર યોજના (રીબેટ યોજના) જાહેર કરી છે. આ યોજના હેઠળ 16 એપ્રિલથી 31 મે સુધીમાં આખા વર્ષનો વેરો ભરપાઇ કરી આપે તેવા કરદાતાઓને 10 ટકા રીબેટ આપવામાં આવે છે. આ ઉપરાંત વિધવા બીપીએલ કાર્ડ હોલ્ડર, અપંગ, સિનિયર સીટીઝન, સ્વાતંત્ર સૈનાની, વૃધ્ધાશ્રમ, અનાથશ્રમ તથા ક્ધયા છાત્રાલય વિગેરેને વધારાની છુટ જાહેર કરવામાં આવી છે.
આ રીબેટ યોજના હેઠળ ગઇકાલ તારીખ 14 મે સુધીમાં 18,354 આસામીઓએ મિલ્કતવેરામાં રિબેટનો લાભ લઇ પોતાનો ચાલુ વર્ષનો વેરો ભરપાઇ કરી આપ્યો હતો. આ કરદાતાઓ પાસેથી રીબેટ બાદ કર્યા પછી જામનગર મહાનગરપાલિકાને રૂા. 8.34 કરોડની આવક થઇ હોવાનું આસીસ્ટન્ટ કમિશ્ર્નર (ટેકસ) જીજ્ઞેશ નિર્મળે જણાવ્યું હતું.


Advertisement