રાયબરેલીમાં કોંગ્રેસી ધારાસભ્ય અદિતિસિંહ પર હુમલા પછી ભાજપ કાર્યકરની હત્યા

15 May 2019 02:59 PM
India
  • રાયબરેલીમાં કોંગ્રેસી ધારાસભ્ય અદિતિસિંહ પર હુમલા પછી ભાજપ કાર્યકરની હત્યા

દબંગોએ આવા રસ્તા પર રાહુલ ગાંધીની નજીકના નેતાને આંતરવા પ્રયાસ કર્યો :રાજકીય વર્ચસ્વની લડાઈ કારણભૂત

Advertisement

રાયબરેલી તા.15
ઉતરપ્રદેશની રાયબરેલી લોકસભા સીટ કોંગેસના પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પરંપરાગત ગઢ છે. અનેક કારણોસર રાયબરેલી સીટ હોટ માનવામાં આવે છે અને હંમેશ ચર્ચામાં રહે છે. ગઈકાલે સદર સીટના કોંગ્રેસી ધારાસભ્ય અદિતીસિંહના કાફલા પર હુમલો થતા સિંહને ઈજા થઈ હતી. અદિતિના મોટર કાફલા પર દબંગોએ હુમલો કરતા એમાંથી બચવા પુરઝડપે મોટર ચલાવાતા આખરે એ ઉંધી વળી ગઈ હતી.
અદિતિસિંહ રાયબરેલી જીલ્લા પંચાયત પ્રમુખ અવધેશ સિંહ સામે અવિશ્ર્વાસની દરખાસ્તના મતદાનમાં પક્ષના સભ્યો સામે બેઠક સ્થળે આવી રહ્યા હતા. અવધેશસિંહ સોનિયા ગાંધી સામે ચૂંટણી લડી રહેલા ભાજપ ઉમેદવાર દિનેશસિંહના ભાઈ છે અને તેમના પર અદિતિસિંહ પર હુમલાનો આક્ષેપ છે.
અદિતિસિંહ સાથે જીલ્લા પંચાયતના કેટલાક સભ્યો પણ હુમલાનો ભોગ બન્યા હતા. રસ્તા વચ્ચે સર્જાયેલા ફિલ્મી દ્રશ્યોમાં અદિતિસિંહના કાફલા પર પથ્થરમારા અને ફાઈટીંગ પણ કરવામાં આવ્યું હતું અને એ પછી કેટલીય ગાડીઓ પલ્ટી ગઈ હતી.
અદિતિસિંહ સ્થાનિક બાહુબલી અખિલેશસિંહની પુત્રી છે. અમેરિકા અભ્યાસ કર્યા પછી તે પાછી આવી પિતાનો રાજકીય વારસો સાંભળ્યો હતો.
અદિતિસિંહ પરના હુમલા પછી સાંજે ભાજપના એક કાર્યકરની હત્યા થવાના અહેવાલોથી રાયબરેલીમાં હજુ વધુ રકતપાત થવાની આશંકા છે.


Advertisement