સાયન્સ સીટીના બીજા તબકકાના પ્રોજેકટસ માટે ગુજરાતને કેન્દ્ર તરફથી 500 કરોડ નહીં મળે

15 May 2019 02:53 PM
Ahmedabad Gujarat
  • સાયન્સ સીટીના બીજા તબકકાના પ્રોજેકટસ માટે ગુજરાતને કેન્દ્ર તરફથી 500 કરોડ નહીં મળે

ગાંધીનગરે કેટલાય કાગળ લખ્યા, પણ કોઈ જવાબ નહીં

Advertisement

ગાંધીનગર તા.15
ગુજરાત સાયન્સ સીટી ડેવલપમેન્ટ પ્લાનના બીજા તબકકા માટે રૂા.500 કરોડ આપવાની ગુજરાત સરકારની માંગણી કેન્દ્રએ ફગાવી દીધી છે. રાજય સરકાર હવે પોતાના સંસાધનોમાંથી પ્રોજેકટ પુરો કરશે.નવેમ્બર 2014માં ગુજરાત સરકારે ‘હાઉ થિંગ્સ વર્ક’, બાયોટેકનોલોજી પાર્ક સ્પેસ ગેલેરી, એકવેરિયમ, રોબોટીક જેવા નવા એકઝીબીશનના પ્રોજેકટ માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી.પરંતુ કેન્દ્ર સરકારે દરખાસ્તનો કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. કેટલાય રિમાન્ડર મોકલ્યા છતાં દિલ્હીએ કોઠું ન આપ્યું તે ન જ આપ્યું.ડિસેમ્બર 2016માં મુખ્યપ્રધાને ભારત સરકારને પત્ર લખી નાણાકીય મદદ માંગી હતી, પણ દરખાસ્ત હજુ પડતર છ. જૂન 2018માં કેન્દ્રએ રાજય સરકારને નવેસરથી દરખાસ્ત મોકલવા જણાવ્યું હતું.


Advertisement