હવે ભાજપે ચૂંટણી પંચ પર મૌન રહેવાનો આરોપ મુકયો

15 May 2019 02:46 PM
India
  • હવે ભાજપે ચૂંટણી પંચ પર મૌન રહેવાનો આરોપ મુકયો

Advertisement

નવી દિલ્હી તા.15
લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો ખુલ્લેઆમ આચારસંહિતા ભંગ કરી રહ્યા છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાતથી વધુ ફરિયાદોમાં ચૂંટણી પંચે કલીનચીટ આપી છે તે વચ્ચે આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહે ચૂંટણી પંચની સામે પ્રશ્ર્ન ઉઠાવ્યા છે અને આરોપ મુકયો છેકે પંચ હિંસા જોતી રહી છે પણ કોઈ કાર્યવાહી કરી નથી. બંગાળ સિવાયના રાજયોમાં પેરોલ પર રહેલા અને અન્ય ગુનગારોને જેલમાં ધકેલાયા છે પણ આ રાજયોમાં મમતાના શાસનમાં ગુંડાઓ છુટ્ટેઆમ ફરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વિપક્ષો ચૂંટણી પંચ પર આરોપ મુકતા હતા હવે ભાજપે મુકયો છે. ગઈકાલે સાંજે ભાજપનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણીપંચ સમક્ષ દોડી ગયું હતું અને બંગાળની હિંસા મુદે ફરિયાદ કરી હતી તથા રાજયમાં કેન્દ્રના વધુ અર્ધલશ્કરી દળો મુકવાની માંગણી કરી છે.


Advertisement