મંગળવારે ધો.10નું પરિણામ: 10.90 લાખ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવી ખુલશે

15 May 2019 02:43 PM
Rajkot Gujarat
  • મંગળવારે ધો.10નું પરિણામ: 10.90 લાખ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવી ખુલશે

સવારના 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામો મુકાશે: છાત્રોમાં ભારે ઉત્સુકતા

Advertisement

રાજકોટ તા.15
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલ ધો.10 (ન્યુ એસએસસી)ની પરીક્ષાનું પરિણામ આગામી તા.21 ને મંગળવારે જાહેર કરવામાં આવનાર છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના 10.90 લાખ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવી ખુલશે.
આ અંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચીવે જણાવ્યું છે કે ધો.10 (ન્યુ એસએસસી) અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.21ને મંગળવારે સવારના 8 કલાકે શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર ઓનલાઈન મુકવામાં આવશે.
તેમજ આ પરીક્ષાના વિદ્યાર્થીઓના ગુણપત્રકોનું વિતરણ જીલ્લા કક્ષાએ નિયત કરેલ વિતરણ સ્થળો પરથી તા.21ને મંગળવારના સવારના 11થી16 કલાક દરમ્યાન કરવામાં આવશે. જેથી રાજયની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યોએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યારપત્ર સાથે મોકલી નિયત કરેલા વિતરણ સ્થળો પરથી મેળવી લેવાનું રહેશે.
અહી એ ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધો.12 સાયન્સના પરિણામ બાદ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામ પહેલા ધો.10નું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવનાર છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાના પરિણામ સોમવારે અને મંગળવારના જાહેર કરવાનો અત્યાર સુધી સિલસિલો જળવાઈ રહ્યો હતો પરંતુ આગામી 23 ને ગુરુવારે લોકસભાની ચૂંટણીના પરિણામ પુર્વે તા.21ના ધો.10નું પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવાયેલ છે.


Advertisement